Get The App

મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવારની મોટી ગેમ, 45 ઉમેદવારોની જાહેર કરી યાદી, અજિતનું વધાર્યું ટેન્શન

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
Maharashtra Election


Maharashtra Election News: શરદ પવારની પાર્ટી NCP એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી સાથે શરદ પવારે દાંવ રમતાં કાકા અજીત પવાર (એનસીપી) સામે તેમના જ ભત્રીજાને ટિકિટ આપતાં રાજકીય ખળભળાટ મચ્યો છે. આજે ગુરુવારે (24 ઑક્ટોબર) પાર્ટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર બારામતી બેઠક પરથી યુગેન્દ્ર પવારને ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રથમ લિસ્ટમાં 45 બેઠકો પર ઉમેદવારોને મેદાન પર ઉતાર્યા છે. અત્યારસુધી બેઠક ફાળવણીમાં શરદ પવારના ક્વોટામાં 85 બેઠકો છે. આટલી જ બેઠકો ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના ક્વોટામાં પણ ફાળવવામાં આવી છે. બાકીની અન્ય બેઠકો પર ટૂંકસમયમાં સ્પષ્ટતા કરશે.

કોણ છે યુગેન્દ્ર પવાર?

યુગેન્દ્ર પવાર શરદ પવારના પૌત્ર છે. તેઓ અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર છે. યુગેન્દ્ર પવાર વિશે એવું કહેવાય છે કે તેઓ ખૂબ જ શાંત સ્વભાવના છે, તેથી તેઓ એક સારા આયોજક પણ ગણાય છે. યુગેન્દ્ર હંમેશા યુવાનોને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરે છે. તેઓ શરયુ એગ્રોના સીઈઓ પણ છે. તેઓ બારામતી તાલુકા કુસ્તીગીર યુનિયનના પ્રમુખ પદની જવાબદારી નિભાવી રહ્યા છે. NCPમાં વિભાજન બાદ યુગેન્દ્રએ દાદા શરદ પવારને સતત સમર્થન આપ્યું છે.

આ પણ વાંચોઃ મહાયુતિમાં બળવો ! આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખેલ, ચૂંટણી ટાણે અજિત અને શિંદેને નાખી દીધા ટેન્શનમાં

જયંત પાટીલે શું કહ્યું?

બારામતી બેઠકના ઉમેદવારની જાહેરાત પર શરદ પવારની પાર્ટીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું, "બારામતીના ઉમેદવારની પસંદગી સ્થાનિક લોકોની માંગના આધારે કરવામાં આવી છે. મેં તેમની સાથે વાતચીત કરી હતી. લોકોએ કહ્યું કે તે (યુગેન્દ્ર પવાર) એક યુવાન અને શિક્ષિત નવો ચહેરો છે અને જે રીતે લોકો તેમને સમર્થન આપી રહ્યા છે, મને લાગે છે કે આ વખતે પરિણામો અલગ હશે."

પ્રથમ યાદીમાં આ નેતાઓને મળી ટિકિટ

  • જયંત પાટીલ - ઈસ્લામપુર
  • રાજેશ ટોપે- ઘનસાવંગી
  • જિતેન્દ્ર આવ્હાડ- કાલબા મુંબ્રા
  • જયપ્રકાશ દાંડેગાંવકર- વસમત
  • હર્ષવર્ધન પાટીલ- ઈન્દાપુર
  • અશોકરાવ પવાર- શિરુર
  • સુનિલ ભુસારા- વિક્રમગડ
  • વિનાયકરાવ પાટીલ- અહેમદપુર
  • સુધાકર ભાલેરાવ- ઉદગીર
  • ચરણ વાઘમારે- તુમસર
  • વિજય ભાંબલે-જિંતુર
  • સંદીપ નાઈક- બેલાપુર
  • દિલીપ ખોડપે- જામનેર
  • સમ્રાટ ડોંગરદિવે-મુર્તિઝાપુર
  • ભાગ્યશ્રી આત્રામ- અહેરી
  • સુભાષ પવાર- મુરબાડ
  • દેવદત્ત નિકમ- આંબેગાંવ
  • સંદીપ વર્પે- કોપરગાંવ
  • રાણી લંકે- પારનેર
  • નારાયણ પાટીલ – કરમાલા
  • પ્રશાંત યાદવ- ચિપલુણ
  • રોહિત આરઆર પાટીલ- તાસગાંવ કવઠેમહાકાલ
  • અનિલ દેશમુખ- કાટોલ
  • બાળાસાહેબ પાટીલ- કરાડ ઉત્તર
  • શશિકાંત શિંદે - કોરેગાંવ
  • ગુલાબરાવ દેવકર- જલગાંવ ગ્રામીણ
  • પ્રાજક્ત તનપુરે-રાહુરી
  • માનસિંગરાવ નાઈક- શિરાલા
  • રોહિત પવાર- કર્જત જામખેડ
  • રાજેન્દ્ર શિંગણે- સિંદખેડરાજા
  • ચંદ્રકાંત દાનવે- ભોકરદન
  • પ્રદીપ નાઈક- કિનવટ
  • પૃથ્વીરાજ સાઠે- કેજ
  • બાપુસાહેબ પઠારે- વડગાંવ શેરી
  • રોહિણી ખડસે- મુક્તાઈનગર
  • રવિકાંત બોપચે-તિરોડા
  • બબલુ ચૌધરી- બદનાપુર
  • રાખી જાધવ- ઘાટકોપર પૂર્વ
  • યુગેન્દ્ર પવાર - બારામતી
  • પ્રતાપ ઢાકણે- શેવગાંવ
  • મહેબૂબ શેખ- આષ્ટી
  • મહેશ કોઠે-સોલાપુર શહેર ઉત્તર
  • સમરજિત ઘાટગે - કાગલ
  • પ્રશાંત જગતાપ - હડપસર


મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવારની મોટી ગેમ, 45 ઉમેદવારોની જાહેર કરી યાદી, અજિતનું વધાર્યું ટેન્શન 2 - image


Google NewsGoogle News