Photo: શરદ પવાર અચાનક PM મોદીને મળવા પહોંચ્યા, જાણો બંને વચ્ચે શું ચર્ચા થઈ?
Sharad Pawar Met PM Narendra Modi: દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન શરદ પવાર સાથે સતારા અને ફલ્તાનના દાડમના બે ખેડૂતો પણ હતા. પવારે જણાવ્યું કે, પીએમ મોદી સાથે મારી આ મુલાકાત ખેડૂતોના દાડમના ફળ મુદ્દે હતી.
પીએમ મોદી સાથે કોઈ પ્રકારની રાજનીતિક ચર્ચા નથી કરી
તેમણે પીએમ મોદી સાથે કોઈ પ્રકારની રાજનીતિક ચર્ચા નથી કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને દાડમ પણ ભેટ કર્યા હતા. શરદ પવાર અને પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ખેડૂતો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે. MSPની લીગલ ગેરંટી સહિતની અનેક માગણીઓને લઈને ખેડૂતો ફરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગત વર્ષે મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદી અને શરદ પવારની મુલાકાત થઈ હતી
ગત વર્ષે મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદી અને શરદ પવારની મુલાકાત થઈ હતી. ત્યારે એક કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવારે મંચ શેર કર્યો હતો. તે કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત પર રાજનીતિ પણ ખૂબ થઈ હતી. NCPમાં ભંગાણ બાદ મોદી અને પવારની આ પહેલી મુલાકાત હતી.