મહારાષ્ટ્રમાં મોટી જાહેરાત, NDA માટે ટેન્શન, શરદ-ઉદ્ધવ-પૃથ્વીરાજે એકસૂરમાં કહ્યું- અમે એકજૂટ
Sharad pawar News | લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાં અદભૂત પ્રદર્શન કર્યા બાદ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધી ગયો છે. થોડા દિવસ પહેલ એવી અફવાઓ ફેલાવાઈ હતી કે ઉદ્ધવ ઠાકરે હવે પાછા એનડીએ તરફ વળી શકે છ. જોકે અફવાઓ પર આજે પૂર્ણવિરામ મૂકાયો અને ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર તથા કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે એકસૂરમાં જાહેરાત કરી દીધી કે આગામી લોકસભા ચૂંટણી અમે મહાવિકાસ અઘાડી તરીકે એકજૂટ થઈને જ લડીશું.
સરકાર કેટલા દિવસ ચાલે છે એ જોવાનું રહ્યું : ઉદ્ધવ
આ પહેલા દિગ્ગજ નેતાઓની બેઠકમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે આ લોકસભા ચૂંટણી બંધારણ અને લોકતંત્ર બચાવવાની લડાઈ હતી. જલદી જ હવે વિધાનસભા ચૂંટણી યોજાશે. આ સરકાર મોદી સરકારની હતી અને હવે એનડીએ સરકાર બની ગઈ છે. હવે જોવાનું એ છે કે આ સરકાર કેટલાં દિવસ ટકે છે.
શરદ પવારે શું કહ્યું?
શરદ એનસીપી શરદ ચંદ્ર પવારના નેતા શરદ પવારે કહ્યું કે જ્યાં પણ વડાપ્રધાને રોડ શો અને રેલી યોજ્યાં ત્યાં અમે જ જીત્યાં એટલા માટે હું વડાપ્રધાનનો આભારી છું અને મારું કર્તવ્ય સમજું છું એટલા માટે તેમને આભાર વ્યક્ત કરું છું
મહારાષ્ટ્રની પ્રજાએ મહાવિકાસ અઘાડીને જીતાડી : પૃથ્વીરાજ ચૌહાણ
જ્યારે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે અમે બધા આજે મહારાષ્ટ્રની પ્રજાનો આભાર વ્યક્ત કરવા અને બધાને ધન્યવાદ કરવા એકસાથે આવ્યા છીએ. મહારાષ્ટ્રની પ્રજાએ મહાવિકાસ અઘાડીના ઉમેદવારોને જીતાડ્યાં.
બળવાખોરોને પાછા પાર્ટીમાં લેવાનો સવાલ જ થતો નથી
લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શનિવારે મહાવિકાસ અઘાડીની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બળવાખોર નેતાઓને પાછા લેવાનો કોઈ સવાલ જ નથી. તાજેતરમાં સંપન્ન લોકસભા ચૂંટણીમાં પારનેર ધારાસભ્ય નિલેશ લંકે અજિત પવાર જૂથના શરદ પવારના નેતૃત્વવાળા જૂથમાં જતા રહ્યા હતા અને અહેમદનગરથી વર્તમાન ભાજપ સાંસદ સુખય વિખે પાટિલને હરાવીને જીત મેળવી હતી.