શરદ પવારે 80 વર્ષના પત્ની પ્રતિભા પવારને ચુંટણી પ્રચારમાં કેમ ઉતાર્યા ?
પવારની લાંબી રાજકિય કારર્કિદીમાં પત્નીએ ચુંટણી અભિયાનમાં ભાગ લીધો
પૌત્ર યુગેન્દ્ર પવાર માટે ઘરે ઘરે જઇને પ્રચાર કરીને મત માંગવાનો વ્યૂહ
નવી દિલ્હી,13 નવેમ્બર,2024,બુધવાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીનો પ્રચાર રસપ્રદ તબક્કામાં પહોંચ્યો છે જેમાં શિવસેના ઠાકરે) સામે શિવસેના (શિંદે) અને એનસીપી (શરદ) અને એનસીપી (અજીત) વચ્ચે જંગ ચાલે છે. ભાજપ અને કોંગ્રેસ પણ મુખ્ય રાજકિય પક્ષ તરીકે આમને સામને જંગ ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોંમાં અનેક રાજયોની વિધાનસભાની ચુંટણીઓ યોજાઇ પરંતુ મહારાષ્ટ્રની ચુંટણી જેટલી રસપ્રદ બીજી એક પણ રહી નથી.
આ ચુંટણી શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસમાંથી છુટા પડેલા અજીત પવાર અને શિવસેનામાંથી બળવો કરનારા શિંદેનું રાજકિય ભવિષ્ય નકકી કરનારી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર માટે પણ કરેંગે યા મરેંગેની સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં પવારનો જ પાવર સુપર પાવર છે તે સાબીત કરવા માટેની અંતિમ તક છે. શરદ પવારે પોતાની 80 વર્ષની પત્ની પ્રતિભા પવારને પૌત્ર યુગેન્દ્ર પવાર માટે ચુંટણી પ્રચારમાં ઉતારી છે.
આ સાથે જ પવાર પરિવારમાં ઇતિહાસ સર્જાયો છે. શરદ પવારની આટલી સુદિર્ધ રાજકિય કારર્કિદીમાં પ્રથમવાર તેમના પત્ની કોઇ ચુંટણી અભિયાનનો હિસ્સો બન્યા છે. ચુંટણીના માહોલમાં શરદ પવારે બળવો કરીને નવો પક્ષ રચનારા ભત્રિજા અજીત પવારને ખુલ્લી ચુનૌતી આપી છે.પવાર પરિવાર માટે ઇમોશનલ ઇશ્યું હોવાની સાથે ચુંટણીનો આરપારનો જંગ પણ છે.
પ્રતિભા પવાર અને શરદ પવાર ખુદ ઉમેદવાર યુગેન્દ્ર પવાર સાથે રહયા હતા. કન્હેરી ગામમાં પવાર પરિવારથી ચુંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. જેમાં વયોવૃધ્ધ પત્ની પૌત્ર માટે મત માંગવાની સાથે પતિની પ્રતિષ્ઠાને બરકરાર રાખવા પ્રયાસ કરી રહી છે. પ્રતિભા પવારે ચુંટણી પ્રચારમાં ઝુકાવતા પવાર પરિવાર વચ્ચેનો જંગ વધુ રસપ્રદ બન્યો છે.
આ અંગે અજીત પવારે એક ઇન્ટરવ્યુમાં સવાલ ઉઠાવ્યો હતો કે પ્રતિભા પવારે છેલ્લા 40 વર્ષમાં કયારેય ઘરે ઘરે જઇને પ્રચાર કર્યો નથી. હવે કેમ ઘરે ઘરે પ્રચાર કરવો પડે છે. શું તમે મને હરાવશો ? એવો સવાલ કરીને પરિવાર વચ્ચેના આંતરિક સંબંધો અને તકરારને ઉજાગર કરી હતી. બારામતી વિધાનસભા ક્ષેત્રમાં કાકા અને ભત્રિજા વચ્ચે કાંટાની ટક્કર છે તેના પર સૌની નજર મંડાયેલી છે. પવારે પત્નીને ચુંટણી અભિયાનમાં ઉતારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.