Get The App

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કલમ 370 લાગુ કરવા મામલે જમ્મુ કાશ્મીર સરકારને આપ્યું સમર્થન, જાણો કારણ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Shankracharya Avimukteshvranand Swami


Article 370 : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370ની પુનઃસ્થાપના માટે રજૂ કરવામાં આવેલા બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. આ દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુરુવારે (8 નવેમ્બર) તેમણે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, 'જ્યારે કલમ 370 લાગુ હતી ત્યારે કાશ્મીરમાં રણબીર પીનલ કોડ લાગુ હતો. આ અંતર્ગત ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 જરૂરી છે.'

અમે ગૌભક્ત છીએઃ શંકરાચાર્ય

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને ફરીથી સ્થાપિત કરવાની માંગ કરી છે. તેમણે આ પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ગૌભક્ત છીએ. તેથી કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવા માંગે છે. કાશ્મીર રણબીર પીનલ કોડ 370 દરમિયાન અમલમાં હતો. આ અંતર્ગત ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.'

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં સૈન્યનું મેગા ઓપરેશન, સોપોરમાં આતંકીઓ સાથેની અથડામણમાં 2 ઠાર મરાયા

ગૌહત્યા બદલ મૃત્યુદંડની જોગવાઈ હતી

શંકરાચાર્યએ જણાવ્યું કે, 'રણબીર પીનલ કોડ હેઠળ ગૌહત્યા, ગૌહત્યાને પ્રોત્સાહન આપવા, ગૌમાંસ રાખવા અને ગૌમાંસના વેપાર કરવા બદલ મૃત્યુદંડની જોગવાઈ છે. કલમ 370 દરમિયાન કાશ્મીરમાં ગૌહત્યા કરાતી નહોતી. કલમ 370 હટાવ્યા બાદ ત્યાં ખુલ્લેઆમ ગૌહત્યા થવા લાગી છે. તેમણે કહ્યું કે જ્યારે કલમ 370 હટાવવાની હતી તો આ જોઈને તેને હટાવવી જોઈતી હતી.'

'370 હટાવી ગૌહત્યા કરવાનો અધિકાર અપાયો'

શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, 'કલમ 370ને લઈને રાજકીય મુદ્દાઓ અલગ વાત છે, પરંતુ જે વસ્તુઓ અમારી તરફેણમાં હતી તેને રાખી શકાઈ હોત પરંતુ કલમ 370 હટાવીને ત્યાંના મુસ્લિમોને ગૌહત્યા કરવાનો અધિકાર અપાયો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા માટે કોઈ સજા નથી. અમે ઈચ્છીએ છીએ કે ત્યાં ફરીથી કલમ 370 લાગુ કરવામાં આવે. આમ કરવાથી કમ સે કમ આપણી માતા ગાય તો બચી જશે. અમે બંધારણનો અભ્યાસ કર્યો છે. બંધારણ ધર્મનિરપેક્ષ નથી, ભારતનું બંધારણ હજુ પણ ધાર્મિક છે. આ અંગે નેતાઓએ ગેરસમજ ફેલાવી છે. ભારત પહેલાથી જ હિન્દુ રાષ્ટ્ર છે.'

આ પણ વાંચોઃ કલમ 370 મુદ્દે બબાલ! જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ધારાસભ્યોની ધમાચકડી


Google NewsGoogle News