'અહોભાગ્ય અમારા....', વિશેષ આમંત્રણ પર રાઘવ ચઢ્ઢા અને પરિણીતિના ઘરે પધાર્યા શંકરાચાર્ય, દંપતિએ કરી પૂજા
Shankaracharya Reached the House of Raghav Chadha: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાના ઘરે પધાર્યા હતા. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના 46મા શંકરાચાર્ય છે.
શંકરાચાર્ય અને તેમની સાથે આવેલા અન્ય સંતોનું તેમના ઘરે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ સ્વાગત કર્યું હતું. જેની કેટલીક તસવીરો સામે આવી છે. સામાન્ય રીતે શંકરાચાર્ય કોઈના ઘરે તેમને મળવા જતા નથી. પરંતુ રાઘવ ચઢ્ઢા અને પરિણીતિના વિશેષ આમંત્રણ પર જ શંકરાચાર્ય તેમના ઘરે પધાર્યા હતા.
પરિવારે શંકરાચાર્યની આરતી ઉતારી
રાઘવ ચઢ્ઢાએ તેમના નિવાસસ્થાને શંકરાચાર્યના ચરણ સ્પર્શ કર્યા. પરિણીતી ચોપરા અને પરિવારના અન્ય સભ્યોએ તેમની આરતી કરી હતી. જેનો વીડિયો રાઘવ ચઢ્ઢાએ X પર શેર કર્યો હતો.
વિશેષ આમંત્રણ પર રાઘવ ચઢ્ઢા અને પરિણીતિના ઘરે પધાર્યા શંકરાચાર્ય
રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, અહો ભાગ્ય અમારા કે ભગવાન મારા ઘરે રૂબરૂ પધાર્યા છે. આજે પરિણીતી અને હું ભાવુક છીએ, આજે અમારા ભાગ્ય ખુલ્યા, અમે બધા ધન્ય બની ગયા.
ધર્મના જાણકાર અને સનાતન સંસ્કૃતિના સર્વોચ્ચ પ્રતિનિધિ, જોશીમઠના પરમ પૂજનીય શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીનું આજે અમારા ઘરે આગમન થયું.
તેમના કમળના ચરણોની ધૂળથી મારું ઘર પવિત્ર બની ગયુ. અમારા પરિવારે જગદગુરુ શંકરાચાર્યજીના સાનિધ્યમાં બેસીને તેમના આશીર્વાદ અને પ્રસાદ લીધો.
હું સૌથી નમ્રતાપૂર્વક પરમપિતા પરમેશ્વરનો આભાર વ્યક્ત કરું છું, જેમની કૃપાથી મારા પરિવારના જીવનમાં આ અનમોલ ક્ષણ આવી છે.
ગયા વર્ષે રાજસ્થાનમાં બંને એ કર્યા હતા લગ્ન
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ ગયા વર્ષે રાજસ્થાનના ઉદયપુરની લીલા પેલેસ હોટેલમાં લગ્ન કર્યા હતા, જેમાં તેમના નજીકના મિત્રો અને પરિવારજનો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણના જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી.
બંનેએ પોતાના ઘર પર આચાર્યની પૂજા કરી
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ પોતાના ઘરે શંકરાચાર્યની પૂજા પણ કરી અને તેમના આશીર્વાદ પણ લીધા. આ દરમિયાન બંનેએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે પણ વાત કરી.
'શંકરાચાર્ય' નું બિરુદ 8મી સદીના હિન્દુ ફિલસૂફ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મોટા મઠોના વડાઓ પાસે છે. આ મઠ ઓડિશા, ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં આવેલા છે.