શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ રામ મંદિર જવા તૈયાર, પરંતુ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ મોટી માંગ

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અયોધ્યા જવા રાજી, પરંતુ શરત મુકી

તેમણે કહ્યું, અમારી PM મોદી સાથે કોઈ દુશ્મની નથી, અમે તેમના શુભચિંતક છીએ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ રામ મંદિર જવા તૈયાર, પરંતુ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ મોટી માંગ 1 - image

Shankaracharya Avimukteshwaranand Saraswati on visiting Ram Mandir : જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં જવા રાજી થઈ ગયા છે, પરંતુ તેમણે એક શરત મુકી છે. તેમણે આજે કહ્યું કે, ‘આજના સમયમાં પ્રભુ રામને લાવનાર ગાય માતાનું જ વધ થઈ રહ્યું છે. દુર્ભાગ્યની વાત છે કે, તેને અટકાવાઈ રહ્યું નથી. અમે ભગવાન શ્રીરામ સામે કયા મોઢે ઉભા રહીએ. આ મારી વ્યક્તિગત ભાવના છે કે, ગૌહત્યા અટકાવ્યા બાદ દર્શન કરીએ.’

‘તો અમે અયોધ્યા જઈશું, પરંતુ ભગવાન રામ સામે નહીં જઈએ’

અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીએ યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘વિધિ-વિધાન સાથે શિખર બન્યા બાદ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તો અમે જરૂર અયોધ્યા જઈશું. પ્રતિજ્ઞાની પાળી તમામ કાર્યક્રમોમાં ભાગ લઈશું, પરંતુ ભગવાન રામ સામે નહીં જઈએ. અમે ત્યારે જ જઈશું, જ્યારે ગૌહત્યા બંધ કરાશે. જો 22 જાન્યુઆરી-2024ના રોજ કાર્યક્રમ કરવાની તેમની જીદ છે, તો ગૌહત્યા પર પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ. જો પીએમ મોદી આવું કરશે તો પણ અમે ભગવાનને કહીશું કે, જે પણ ભૂલ થઈ રહી છે, તેના બદલામાં કૃપા કરો. ગૌહત્યા પ્રતિબંધ બહુ મોટું કામ થઈ જશે.’

‘અમે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી, PM પાસેથી ખોટું કામ કરાવાઈ રહ્યું છે’

તેમણે કહ્યું કે, ‘અમારી કયા કારણોસર પીએમ મોદી સાથે દુશ્મની હશે? આ તો કોઈ જવાબ ન હોવાના કારણે અને અમારા વાંધાને રદીયો ન આપી શકવાના કારણે લોકો આવી વાતો (એન્ટી-મોદી) કરી રહ્યા છે. તેઓ થોડા હિંમતવાળા વ્યક્તિ છે અને અમને આવા વ્યક્તિ સારા લાગે છે. તેમના હાથોથી અયોધ્યામાં ખોટું કામ કરાવાઈ રહ્યું છે. અમે ઈચ્છા નથી કે, પીએમ મોદીના હાથથી કોઈ ખોટું કામ થાય. વાસ્તવમાં અમે તેમના શુભચિંતક છીએ, પરંતુ રાજકીય લોકો લેબલ લગાવી દે છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે, તે સુશોભિત રહે.’

‘હજુ સુધી પૂર્ણ મંદિર બન્યું નથી’

જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ કહ્યું કે, ‘સૌથી મોટો વાંધો એ છે કે, હજુ સુધી પૂર્ણ મંદિર બન્યું નથી અને આવી સ્થિતિમાં ત્યાં પ્રામ-પ્રતિષ્ઠા કરવી યોગ્ય નથી. અધૂરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાનો શાસ્ત્રોએ ઈન્કાર કર્યો છે. મંદિર ભગવાનું શરીર હોય છે અને શિખર માથું હોય છે. હજુ ત્યાં બન્યું જ નથી અને આ લોકો તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. આ માથા વગરના ધડ જેવું કામ થઈ જશે અને શાસ્ત્રો મુજબ આ યોગ્ય નથી.’

શંકરાચાર્યએ યૂઝર્સના સવાલનો પણ આપ્યો જવાબ

સરકાર દ્વારા માન-સન્માન સંબંધિત સવાલ પર શંકરાચાર્યએ કહ્યું કે, ‘સોશિયલ મીડિયા પર લોકો અમને લગ્નમાં નારાજ થનારા ફૂવા કહી રહ્યા છે, પરંતુ ત્યાં કોઈ લગ્ન થઈ રહ્યા નથી. અમારી મજબૂરી છે કે, જે મોટા લોકો વર્તન કરી નાખે છે અને સામાન્ય લોકો તેના જ ઉદાહરણ બનાવી તેવું કરે છે. તેથી આ ઘટનાક્રમ આવનારા સમયમાં મિસાલ બની જશે અને બાદમાં લોકો આવું જ કરવા લાગશે.’


Google NewsGoogle News