Get The App

બંગાળમાં ડૉક્ટરની શરમજનક કરતૂત, મહિલા દર્દીને બેભાન કરી વારંવાર આબરૂ લૂંટી, ફોટા પાડી બ્લેકમેઈલ કરી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
બંગાળમાં ડૉક્ટરની શરમજનક કરતૂત, મહિલા દર્દીને બેભાન કરી વારંવાર આબરૂ લૂંટી, ફોટા પાડી બ્લેકમેઈલ કરી 1 - image


Image: Freepik

Rape Case in West Bengal: ઓગસ્ટ 2024માં કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં થયેલા ડોક્ટર રેપ-મર્ડર કેસ બાદ ઉઠેલો વિવાદ રોકાઈ રહ્યો નથી કે વધુ એક ડોક્ટરે રેપ કાંડ કરી દીધો. તેણે પોતાની મહિલા દર્દીને બેભાનીનું ઈન્જેક્શન લગાવીને હવસનો શિકાર બનાવી. તેણે પીડિતાની અશ્લીલ તસવીરો પણ ખેંચી અને તે તસવીરોનો ઉપયોગ કરીને તે પીડિતાને બ્લેકમેલ પણ કરવા લાગ્યો. તેણે તસવીર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસે 4 લાખ રૂપિયા માગ્યા. 

આ ઘટના પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદ વિસ્તારની છે. ડો. નૂર આલમ સરદાર આરોપીનું નામ છે. જેનું એક પ્રાઈવેટ ક્લિનિક છે. આ ક્લિનિકમાં તેણે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવ્યો. પોલીસે પીડિતાની ફરિયાદ પર રેપ અને બ્લેકમેલિંગનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને જેલ મોકલવામાં આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ડોક્ટરે એક નહીં, ઘણી વખત તેની સાથે દુષ્કર્મ કર્યું.

આ પણ વાંચો: ફટાકડા નહીં દીવા પ્રગટાવો, હિન્દુ-મુસ્લિમની વાત જ નથી, દરેક વ્યક્તિનો શ્વાસ જરૂરી: અરવિંદ કેજરીવાલ

બળજબરીપૂર્વક ઈન્જેક્શન લગાવીને ફાયદો ઉઠાવ્યો

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે 'હું નોર્થ 24 પરગનાના હસનાબાદ વિસ્તારમાં રહુ છું. મારા પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે. મે મારા પતિને ડોક્ટરની હરકતો વિશે જણાવ્યુ અને તેમણે જ ભારત આવીને પોલીસ કેસ કરાવ્યો. મારી તબિયત ઠીક રહેતી નહોતી. હું ડોક્ટર નૂર પાસે આવી તો તેમણે મને ઈન્જેક્શન લગાવવાની વાત કહી. હું ઈન્જેક્શન લગાવવા માગતી નહોતી પરંતુ ડોક્ટરે ઝડપી રિકવરી થવાનો હવાલો આપીને ઈન્જેક્શન લગાવી દીધું. તે બાદ મને કંઈ યાદ નથી. જ્યારે ભાન આવ્યું તો હું ક્લિનિકમાં બેડ પર સૂઈ રહેલી હતી અને મારા કપડા વ્યવસ્થિત નહોતા. મને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તે બાદ ડોક્ટરે મને મારી અશ્લીલ તસવીરો બતાવી અને રૂપિયા માગ્યા. તસવીર વાયરલ કરવાની ધમકી આપીને મારી પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું. 

પીડિતાએ સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો

રિપોર્ટ અનુસાર પીડિતાના પતિએ જણાવ્યું કે 'મને ઘટના વિશે ત્યારે ખબર પડી જ્યારે પાડોશીઓએ જણાવ્યું કે મારી પત્નીએ સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. આ વિશે જાણ થતાં જ હું ભારત આવ્યો અને પત્નીને તેની તકલીફનું કારણ પૂછ્યું. તેણે સમગ્ર ઘટના જણાવી અને પછી હું મારી પત્નીને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયો. મેડિકલ રિપોર્ટ લઈને મે પોલીસને લેખિત ફરિયાદ આપી.'

NCRBના રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળ મહિલા વિરુદ્ધ ગુનાના મામલે 34738 કેસોની સાથે ચોથા નંબરે છે. 65743 મામલાની સાથે ઉત્તર પ્રદેશ પહેલા, 45331 કેસોની સાથે મહારાષ્ટ્ર બીજા અને રાજસ્થાન 45058 કેસોની સાથે ત્રીજા નંબરે છે.


Google NewsGoogle News