ક્રૂરતાની હદ! થોડા પૈસા માટે સાપના દાંત તોડ્યા, ફેવિક્વિકથી મોઢું ચોંટાડી દીધું, વનવિભાગની એક્શન
File Image |
Snake Charmers broke the Teeth of Snakes: સાપનું ઝેર માણસો માટે ખતરનાક માનવામાં આવે છે. જેના કારણે સપેરા સાપના દાંત તોડી નાખે છે જેથી કરીને તેમને કોઈ જોખમ ન રહે અને સરળતાથી પૈસા કમાઈ શકે. પરંતુ દાંત તોડવા એ પણ ગુનાની શ્રેણીમાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશના એક શહેરમાં કેટલાક સપેરાઓએ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી છે. માત્ર થોડા પૈસા કમાવવા માટે સાપના દાંત તોડીને તેનું મોંઢુ ફેવિક્વિકથી સીલ કરી દીધું હતું. વન વિભાગે હાલમાં આવા 4 લોકોને પકડીને જેલમાં નાખ્યા હતા.
ઘણા દિવસો સુધી સાપને ભૂખ્યા રાખવામાં આવતાં
આ મામલો મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાનો છે, અહીં સપેરાઓએ થોડા રૂપિયા કમાવવા માટે સાપ ઉપર ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. આ સપેરાઓ સાપ પકડ્યા પછી ઘણા દિવસો સુધી તેને ભૂખ્યા રાખ્યા હતા અને પછી તેના દાંત તોડીને ફેવિક્વિકથી તેનું મોંઢુ બંધ કરી દીધું હતું. એ પછી તેઓ એક બોક્સમાં તેને રાખીને શેરીએ શેરીએ ફરીને લોકોને બતાવતા હતા અને પૈસા કમાતા હતા. જો કે, સપેરાની આ પ્રવૃતિ પર કેટલાક લોકોએ ધ્યાન રાખ્યું અને તેમની ચુંગાલમાંથી સાપને છોડાવવા માટે કમર કસી હતી. અને આ અંગેની માહિતી વન વિભાગને પહોંચાડી હતી. જેથી વન વિભાગે તેમના પર કડક કાર્યવાહી કરીને જેલમાં મોકલી દીધા હતા.
લોકોએ વનવિભાગને જાણ કરી હતી
લોકોએ જણાવ્યું કે સપેરાએ સાપના દાંત તોડી નાખીને તેને ઘણા દિવસો સુધી ભૂખ્યા રાખ્યા, પછી ફેવિક્વિકથી તેમના મોં બંધ કરી દીધા જેથી તેમનાથી કોઈ ખતરો ન રહે. અને પછી તેઓ સાપને એક બોક્સમાં રાખતા અને શેરીએ શેરીએ ફરતાં લોકો પાસેથી પૈસા કમાતા. જે બાદ વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતાં વન વિભાગે સાપ પ્રત્યે ક્રૂરતા દાખવનારા ચાર સપેરાઓ સામે કાર્યવાહી કરી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. અને સપેરા પાસેથી છ ભારતીય કોબ્રા અને સેન્ડુઆ પ્રજાતિના સાપને પકડીને જંગલમાં સલામત રીતે છોડવામાં આવ્યા હતા.