VIDEO : પિકનિક મનાવવા ગયેલા યુવક પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે મચી નાસભાગ
Image: File Photo |
MP Shahdol Leopard Attack: મધ્યપ્રદેશના શાહડોલમાં પિકનિક કરવા ગયેલા લોકો પર દીપડાએ હુમલો કરી દેતા ખળભળાટ મચ્યો છે. જેનો લાઈવ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક યુવકો ખુલ્લા મેદાનમાં ઉભા રહીને દીપડાનો વીડિયો બનાવી રહ્યા હોય છે, ત્યારે અચાનક દીપડો તેમની તરફ દોડવા લાગે છે. અને યુવકો પર હુમલો કરી દે છે. જેમાં એક યુવક દીપડાના સકંજામાં ફસાઈ જાય છે. આ યુવક સાથેના અન્ય સાથીઓએ વિવિધ અવાજો કરતાં દીપડો ત્યાંથી ભાગી જાય છે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દીપડોના હુમલાથી એક યુવકનો જીવ માંડ-માંડ બચ્યો હતો. યુવકની હાલત ગંભીર છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ત્રણેય મિત્રો ઘાયલ, એકને ગંભીર ઈજા
શાહડોલ જિલ્લાના મુખ્યાલય નજીક મેડિકલ કોલેજ નજીક સ્થિત સોન નદી ખતૌલી છોભા ઘાટ પર દીપડાના હુમલાથી ત્રણ લોકો ઘાયલ થયા છે. ત્રણેય મિત્રો પિકનિક પર ફરવા ગયા હતા. તે દરમિયાન આકાશ કુશવાહા, નીતિન સમદરિયા, નંદિની સિંહને ઈજા થઈ હતી. જેમાં નીતિન સમદરિયા ગંભીર રૂપે ઘાયલ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં દીપડો અવારનવાર હુમલો કરી રહ્યો છે. વન વિભાગના અધિકારી લોકોને જંગલ વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Gold-Silver ના રોકાણકારોને દિવાળી ભેટ, ચાંદી 1 લાખ નજીક સર્વોચ્ચ સ્તરે, સોનું પણ ઐતિહાસિક ટોચે
ગામના લોકો પર વાઘે કર્યો હુમલો
વાઘે ગામના લોકો પર હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં ગામના ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વાઘે દહેશત ફેલાવી છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. જૈતપુર અને ગોહપારૂ વન ક્ષેત્રમાં વાઘ અને દીપડાના હુમલાથી ઘણા ગ્રામજનોએ જીવ ગુમાવ્યા છે.