‘ગૂગલની દાદાગીરી’: પ્લે સ્ટોરમાંથી Shaadi, Naukri, 99acres સહિત ડઝનથી વધુ એપ્સ હટાવી દેવાયા

ગૂગલે તેની બિલિંગ પોલિસીનું પાલન ન કરતી એપ્સ હટાવતા ભારતીય બિઝનેસમેનો ભડક્યા

અનુપમ મિત્તલ, સંજીવ બિખચંદાની સહિતના સંસ્થાપકોએ ગૂગલની કાર્યવાહીની નિંદા કરી

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
‘ગૂગલની દાદાગીરી’: પ્લે સ્ટોરમાંથી Shaadi, Naukri, 99acres સહિત ડઝનથી વધુ એપ્સ હટાવી દેવાયા 1 - image


Google Play Store Removed Apps : ગૂગલે આજે ઘણી દિગ્ગજ એપ્સને પ્લે સ્ટોરમાંથી દુર કરી દીધી છે, જેમાં Shaadi, Naukri, 99acres, STAGEdotin અને Matrimony સહિત ડઝનથી વધુ એપ્સનો સમાવેશ થાય છે. ગૂગલની કાર્યવાહી બાદ એપ્સના સંસ્થાપકોએ આશ્ચર્યવ્યક્ત કરી આકરી પ્રતિક્રિયા આપી છે. 

Shaadiના સંસ્થાપકે ગૂગલની ઝાટકણી કાઢી

Shaadiના સંસ્થાપક અનુપમ મિત્તલે ગૂગલની કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી છે અને આજનો દિવસ ભારતીય ઈન્ટરનેટ માટે કાળો દિવસ કહ્યો છે. આ ઉપરાંત તેમણે ગૂગલને ‘નવી ડિજિટલ ઈસ્ટ ઈન્ડિયા’ પણ કહી છે. મીડિયા અહેવાલો મુજબ ગૂગલે તેની બિલિંગ પોલિસીનું પાલન ન કરતી ભારતીય ડેવલપર્સની એપ્સ હટાવવાનો નિર્ણય કર્યો છે.

IAMAIએ પણ ગૂગલ પર રોષ ઠાલવ્યો

ગૂગલના નિર્ણય બાદ મોબાઈલ કંપનીઓની એસોસિએશન IAMAI પણ મેદાનમાં ઉતરી ગઈ છે. તેણે ગૂગલને કડક એડવાઈઝરી આપી કાર્યવાહી અટકાવવા અપીલ કરી છે.

ગૂગલ પોલિસીનું પાલન કરતા છતાં એપ્સ હટાવી દેવાઈ : ઈન્ફો એન્જ

ઈન્ફો એન્જના સંસ્થાપક સંજીવ બિખચંદાનીએ કહ્યું કે, ગૂગલે પોતાની એપ પોલિસી લાગુ કરાવવા ભારતીય ડેવલપર્સ સામે આ પગલું ભર્યું છે. ગૂગલની એપ પોલિસી વિરુદ્ધના એક કેસમાં સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ ઈન્ફો એજની Naukri અને 99acres એપ 9મી ફેબ્રુઆરીથી તેની પોલિસીનું પાલન કરી રહ્યા હતા. તેમ છતાં બંનેને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવાઈ.

આજનો દિવસ ભારતીય ઈન્ટરનેટ માટે કાળો દિવસ : Shaadiના સંસ્થાપક

Shaadiના સંસ્થાપક અનુપમ મિત્તલે કહ્યું કે, ‘આજનો દિવસ ભારતીય ઈન્ટરનેટ માટે કાળો દિવસ છે. ગૂગલે પ્લે સ્ટોરમાંથી મુખ્ય એપ્સો હટાવી દીધી છે.’ તે બીજી વાત છે કે, ભારતીય પ્રતિસ્પર્ધા કમિશન (CCI) અને સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. ગૂગલની નૈરેટિવ અને હિંમત પરથી લાગી રહ્યું છે કે, તેણે ભારત પ્રત્યે ઓછું સન્માન છે. કોઈપણ ભુલ ન કરે. આ નવી ડિજિટલ ઈસ્ટ ઈન્ડિયાની કંપની છે. આ લગાનને રોકવી જોઈએ.’

ચેતવણી વગર કાર્યવાહી : ડેટિંગ એપ

ડેટિંગ એપ QuackQuackinના સંસ્થાપક અને સીઈઓ રવિ મિત્તલે કહ્યું કે, ગૂગલે કોઈપણ ચેતવણી આપ્યા વગર અચાનક એપ્સો ડિલીટ કરતા મને આશ્ચર્ય થયું છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં આપણી પાસે તેની કડક રણનીતિ અને મનમાની નીતિઓનું પાલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

‘ગૂગલ આખા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને ખતરામાં નાખી’

રવિ મિત્તલે કહ્યું કે, અમારા મોટા ભાગના યુઝર્સો એન્ડ્રોઈડ પર છે, જ્યાં 25000થી વધુ ડાઉનલોડ થાય છે. કોઈપણ કંપની માટે એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમ મજબુત રાખવાનો એક માત્ર વિકલાપ ગૂગલ પ્લે સ્ટોર છે. આ નિર્ણયથી માત્ર આપણી એપ્સ જ નહીં, પરંતુ આખા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને ખતરામાં નાખી દીધી છે. તેમણે ભારત સરકારને દરમિયાનગીરી કરવા અને યોગ્ય સ્પર્ધાનું રક્ષણ કરવા અપીલ કરી છે.


Google NewsGoogle News