VIDEO: દરિયામાં રેમલ વાવાઝોડાંનું ડરામણું સ્વરૂપ કેમેરામાં કેદ, જુઓ કેટલું પ્રચંડ હતું આ તોફાન
Cyclonic Storm Remal: વાવાઝોડાં રેમલે સુંદરવનથી પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ સુધી તબાહી મચાવી દીધી હતી અને આ દરમિયાન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મધ્યરાત્રિથી કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. રેમલના લેન્ડફોલની પ્રક્રિયા રવિવાર રાતથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના દરિયાકિનારા પર શરૂ થઈ હતી. દરમિયાન, ચક્રવાત રેમલનો એક ભયજનક વીડિયો સામે આવ્યો છે જેમાં વાવાઝોડાંનું ડરામણું સ્વરૂપ જોઈ શકાય છે.
વાવાઝોડાંનો વીડિયો જાહેર
બાંગ્લાદેશ મીડિયાએ વાવાઝોડાંનો એક વીડિયો જાહેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ કિનારાનો હોવાનું કહેવાય છે, જેમાં સમુદ્રના પાણીની ઉપર વાવાઝોડાંની ડરામણું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. દરિયાઈ મોજાનું વિકરાળ સ્વરૂપ વાવાઝોડાંનું ભયાનક સ્વરૂપ બતાવે છે.
Close view of Cyclone #Remal in West Bengal. pic.twitter.com/96QxAG03pc
— Tonay Rangsel (@TonayRangsel) May 27, 2024
બાંગ્લાદેશમાં 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 8 લાખ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા, આથી વિચારી શકાય કે આ વાવાઝોડું કેટલું ભયાનક હશે. વાવાઝોડાને કારણે બાંગ્લાદેશના સતખીરા અને કોક્સ બજાર વિસ્તારના તટીય જિલ્લાઓમાં દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત હવામાન વિભાગે આજ અને આવતી કાલે અસમ અને બીજા પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચિરાંગ, ગોલપારા, બક્સા, દિમા હસાઓ, કછાર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ધુબરી, દક્ષિણ સલમારા, બોંગાઈગાંવ, બાજલી, તામુલપુર, બારપેટા, નલબારી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
નબળું પડી રહ્યું છે વાવાઝોડું
જોકે રેમલ હવે નબળું પડી રહ્યું છે. બંગાળની ખાડી ઉપરનું રેમલ છેલ્લા 6 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડું બાંગ્લાદેશના ટાપુઓ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકિનારાને પાર કરી ગયું છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીરે ધીરે નબળું પડી જશે.