Get The App

15 રાજ્યોમાં કોલ્ડવેવ, તાપમાન 5 ડિગ્રી સુધી ગગડ્યું, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
cold wave


Weather Updates: દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઘણાં વિસ્તારોમાં કોલ્ડવેવ સાથે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. મેદાની રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન 5થી 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજસ્થાન અને પંજાબમાં કેટલીક જગ્યાએ પારો શૂન્યથી નીચે નોંધાયો હતો. પંજાબ અને મધ્ય પ્રદેશમાં ખૂબ જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ રાજ્યોમાં કોલ્ડવેવ

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દક્ષિણ અને દરિયાકાંઠાના ભારત સિવાયના વિસ્તારોમાં ઠંડીએ અસર કરી છે. 

આ પણ વાંચો: માતા-પિતાએ ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડતા એઆઈ ચેટબોટે બાળકને હત્યા કરવાની સલાહ આપી!

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન પંજાબના આદમપુરમાં 0.7 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં તે 1.3 ડિગ્રી અને માઉન્ટ આબુમાં 1.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને વિદર્ભના ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી ઓછું નોંધાયું હતું. અન્ય સ્થળોએ પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.જો કે મેદાની રાજ્યોમાં ગાઢ ધુમ્મસથી રાહત છે.

ત્રણ દિવસ હજુ કડકડતી ઠંડી પડશે

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ત્રણ દિવસ માટે કડકડતી ઠંડીની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં ફરી વધારો થઈ શકે છે.

15 રાજ્યોમાં કોલ્ડવેવ, તાપમાન 5 ડિગ્રી સુધી ગગડ્યું, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ 2 - image


Google NewsGoogle News