બે-ત્રણ નહીં... બુલેટ પર સવાર હતા સાત લોકો, પોલીસ પણ ચોંકી ગઈ, ફાડ્યો 9,500 રૂપિયાનો મેમો
UP: હાપુર ટ્રાફિક પોલીસે 7 લોકો જે એક બુલેટ બાઇક પર સવાર થઇને જઇ રહ્યાં હતા તેના વીડિયોને લઇને એક્શન લીધુ છે. એક બે નહીં પણ 7 યુવકો આ બુલેટ બાઇક પર સવાર થઇ જઇ રહ્યાં હતા.
શુ છે સમગ્ર ઘટના
હાલમાં એક ઉત્તરપ્રદેશનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેના પર હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાપુર જિલ્લા પોલીસે બુલેટ બાઇક પર સવાર 7 લોકોના વીડિયોને લઈને કાર્યવાહી કરી છે. એક-બે નહીં પરંતુ 7 યુવકો હાઇસ્પીડ બુલેટ બાઇક ચલાવી રહ્યા હતા. ત્યાંથી પસાર થતી કારમાં સવાર એક વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયોની નોંધ લેતા પોલીસે કડક કાર્યવાહી કરીને 9500 રૂપિયાનું ચલણ જારી કર્યું હતું.
આ સાથે હાપુર પોલીસ અધિક્ષકે જિલ્લાના લોકોને અપીલ કરી છે કે, લોકો કાયદાની વિરુદ્ધ હોય તેવું કોઈ કાર્ય ન કરે.