Get The App

બિહારમાં ધ્રુજાવી દેતી ઘટના, નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યા

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
બિહારમાં ધ્રુજાવી દેતી ઘટના, નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યા 1 - image


Bihar seven Children drowned In Lake: બિહારમાં તુમ્બા ગામની નદીમાં ન્હાવા પડેલા બાળકો ડૂબી જતાં પાંચના મોત નીપજ્યા છે. તુમ્બા ગામની નદીમાં એક જ પરિવારના સાત બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી પાંચના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

આ અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. વાસ્તવમાં, રવિવાર સવારે કૃષ્ણ ગોંડના ચાર બાળકો અને તેની બહેનની પુત્રી સહિત સાત બાળકો ન્હાવા માટે સોન નદીમાં ગયા હતા. નાહતી વખતે અચાનક બધા બાળકો ઊંડા પાણીમાં જતાં રહેતાં ડૂબવા લાગ્યા હતાં. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, પરંતુ બે બાળકો હજુ પણ ગુમ છે.

આ પણ વાંચોઃ Exit Poll 2024: દસ વર્ષના શાસન બાદ હરિયાણામાં ભાજપને કેમ થઈ રહ્યું છે નુકસાન? આ બે કારણ જવાબદાર

પાંચ બાળકોના મૃતદેહ મળી આવ્યા

પ્રત્યક્ષદર્શી ગોલુ કુમારે જણાવ્યું કે, "અમે સોન નદીમાં ન્હાવા ગયા હતા. નહાતી વખતે એક બાળક ડૂબવા લાગ્યું. તેને બચાવવા અમે બધાએ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ અમે પણ ડૂબવા લાગ્યા હતાં, કોઈ રીતે અમે બચીને બહાર આવ્યા. જો કે પાંચ બાળકોને બચાવી શક્યા ન હતા." 

તમામ બાળકો 8થી 12 વર્ષના

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રોહતાસ પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે, માહિતી મળતાં જ તેઓ તરત જ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. ડાઇવર્સ અને એસડીઆરએફની ટીમ બે બાળકોને શોધી રહી છે. તેમણે કહ્યું, "તમામ બાળકોની ઉંમર 8-12 વર્ષની વચ્ચે હતી. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે."

બે બાળકોની શોધ ચાલુ

સ્થાનિક પ્રશાસને બચાવ કાર્યમાં ઝડપ લાવવા અને ગુમ થયેલા બાળકોની શોધ ચાલુ રાખવાની ખાતરી આપી છે. વહીવટી તંત્રે પણ પરિવારને શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે, સોન નદીમાં અગાઉ પણ ન્હાવા ગયેલા લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ બની છે. જેનો ભોગ આ વખતે કુમળા બાળકો બન્યા છે. વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હોવા છતાં પાંચ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતા.

બિહારમાં ધ્રુજાવી દેતી ઘટના, નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યા 2 - image


Google NewsGoogle News