કોંગ્રેસ સહિતના વિપક્ષોને ઝટકો, કાશ્મીરમાં સત્તામાં રહી ચૂકેલા પક્ષનું એકલા ચૂંટણી લડવાનું એલાન

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ સહિતના વિપક્ષોને ઝટકો, કાશ્મીરમાં સત્તામાં રહી ચૂકેલા પક્ષનું એકલા ચૂંટણી લડવાનું એલાન 1 - image


Jammu and Kashmir Election News | લોકસભાની ચૂંટણીમાં રચાયેલું I.N.D.I.A. ગઠબંધન જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તૂટતું દેખાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી વખતે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો રહેલી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી હવે વિધાનસભા ચૂંટણીમાં અલગ રસ્તો અપનાવવા મૂડમાં છે. 

શું બોલ્યાં મહેબૂબા મુફ્તી? 

જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન વિશે સવાલ કરાયો તો તેમણે કહ્યું, "અમે હંમેશા એકલા લડ્યા છીએ. જ્યારથી અમારી પાર્ટી બની છે, અમે લોકોના દુઃખ અને તકલીફો દૂર કરવા લડ્યા છીએ, લોકોનું અમને હંમેશા સમર્થન મળ્યું છે. 

કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન 

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. બંને વચ્ચે બેઠકો પર પણ સમજૂતી થઈ ગઈ છે. આ મામલે ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો કોઈ પાર્ટી સાથે આવવા માંગે છે તો તેમનું સ્વાગત છે. હવે પીડીપીના નિવેદનથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ત્રણેય પક્ષો સાથે મળીને ચૂંટણી લડવાના મૂડમાં નથી.

કોંગ્રેસ સહિતના વિપક્ષોને ઝટકો, કાશ્મીરમાં સત્તામાં રહી ચૂકેલા પક્ષનું એકલા ચૂંટણી લડવાનું એલાન 2 - image



Google NewsGoogle News