Get The App

આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને ઝટકો, ચાલશે મની લોન્ડ્રિંગનો કેસ, ગૃહ મંત્રાલયને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને ઝટકો, ચાલશે મની લોન્ડ્રિંગનો કેસ, ગૃહ મંત્રાલયને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી 1 - image


Setback for AAP leader Satyendra Jain:  દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જૈન પર મની લોન્ડરિંગનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્યેન્દ્ર કુમાર જૈન સામે BNSની કલમ 218 હેઠળ કોર્ટમાં કેસ ચલાવવા માટ મંજૂરી માંગી હતી. 

મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી મળેલી સામગ્રીના આધારે સત્યેન્દ્ર કુમાર જૈન (60) સામે કેસમાં કાર્યવાહી માટે મંજૂરી આપવા માટે પૂરતા પ્રમાણમાં પુરાવા મળ્યા છે. જેથી કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા

ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી હતી તેમની ધરપકડ

તપાસ એજન્સીઓએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ હવાલા કારોબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ નોંધ્યો છે. મે 2022 માં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે સત્યેન્દ્ર જૈનને ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમની પાસે આરોગ્ય અને વીજળી સહિત કેટલાક અન્ય મંત્રાલયો પણ હતા. જૈન હાલમાં જામીન પર બહાર છે. ED એ AAP નેતા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

217 ટકા વધુ મિલકત મળી

ઓગસ્ટ 2017 માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જૈન અને અન્ય આરોપીઓ સામે તેમની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ આ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ ડિસેમ્બર 2018 માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કહ્યું હતું કે, કથિત સંપત્તિ રૂ. 1.47 કરોડની હતી, જે 2015-17 દરમિયાન જૈનના આવકના સ્ત્રોતો કરતાં લગભગ 217 ટકા વધુ હતી.

આ પણ વાંચો: રસ્તા બ્લોક હતા અને જાહેરાત બાદ મુસાફરો ભાગ્યા: દિલ્હીમાં નાસભાગ મુદ્દે RPFનો રિપોર્ટ

ફર્જી કંપનીઓ પાસેથી મળ્યા હતા 4.8 કરોડ

EDએ અગાઉ કહ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે 2015-16 દરમિયાન સત્યેન્દ્ર જૈન એક જાહેર સેવક હતા અને ચાર કંપનીઓને શેલ કંપનીઓ પાસેથી રૂ. 4.81 કરોડની હવાલા એન્ટ્રીઓ (હવાલાની રકમ ) મળી હતી. એ બદલામાં, કોલકાતા સ્થિત એન્ટ્રી ઓપરેટરોને હવાલા દ્વારા રોકડ ટ્રાન્સફર કરવામાં આવતી હતી.


Google NewsGoogle News