ભારતમાં 71 ટકા સિનિયર સિટીઝન પાસે નથી PF કે પેન્શનની સુવિધા, આટલા વૃદ્ધો હજુ કરે છે નોકરી
Financial Security For Senior Citizen: દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે પરંતુ દેશના મોટાભાગના વૃદ્ધો પાસે કોઈપણ સામાજિક કે આર્થિક સુરક્ષા નથી. જેના કારણે વૃદ્ધાવસ્થામાં તેઓ આર્થિક અને આરોગ્ય સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, 29 ટકા વૃદ્ધો જ ઓલ્ડ એજ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ જેવી યોજનામાં સામેલ છે. વૃદ્ધોની 71ટકા વસ્તી કોઇપણ સુરક્ષા કવચથી બહાર છે. જે નાણાકીય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે.
17 ટકા સિનિયર સિટીઝન નોકરી કરવા મજબુર
એક અહવાલ અનુસાર, 29 ટકા સિનિયર સિટીઝનને પોતાના પરિવારથી આર્થિક મદદ મળી રહે છે. વૃદ્ધ મહિલાઓને આ ટેકો પુરૂષો કરતા થોડો વધારે છે. 15 ટકા વૃદ્ધો કોઇપણ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં 24 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. મહાનગરોમાં આ સ્થિતિ ખરાબ છે. અહિયાં 17 ટકા વૃદ્ધોએ પોતાનું જીવનનિર્વાહ ચલાવવા માટે કામ કરવું પડે છે. આ આંકડો નાના શહેરોમાં 14 ટકા છે.
આર્થિક સમસ્યાઓ સાથે બીમારીનું ભારણ
લગભગ એક તૃતીયાંશ વૃદ્ધોને છેલ્લા એક વર્ષમાં કોઈપણ આવક થઇ નથી. 64 ટકા વૃદ્ધો નાણાકીય સુરક્ષાને લઈને ચિંતિત છે. સિનીયર સિટીઝન આર્થિક સમસ્યાઓ સાથે અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે. સિનિયર સિટીઝનની અડધી વસ્તીને બ્લડ પ્રેશર અને 43 ટકાને ડાયાબિટીસ છે.
સયુંકત રાષ્ટ્રના અહેવાલે પણ ચિંતા વધારી
અહેવાલ અનુસાર ભારતમાં સિનિયર સિટીઝન વચ્ચે સામાજિક કલ્યાણકારી યોજનાની જાગરૂકતા ઓછી છે. વર્ષ 2050 સુધીમાં 20 ટકા વસ્તીવૃદ્ધોની હશે. વૃદ્ધો માટે ત્રણ મુખ્ય સરકારી યોજના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના અને અન્નપૂર્ણા યોજના છે.