Get The App

દિલ્હી ભાજપમાં બળવો! ટિકિટ ન મળતા પાંચ વખતના ધારાસભ્ય ગુસ્સે ભરાયા, કહ્યું- 'ચૂંટણી હું જ લડીશ'

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
દિલ્હી ભાજપમાં બળવો! ટિકિટ ન મળતા પાંચ વખતના ધારાસભ્ય ગુસ્સે ભરાયા, કહ્યું- 'ચૂંટણી હું જ લડીશ' 1 - image


Rebelled In Delhi BJP: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (11મી જાન્યુઆરી) 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા પછી, ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'જો ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે.'

મોહન સિંહ બિષ્ટ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, મોહન બિષ્ટ 1998, 2003, 2008, 2013 અને 2020માં કરાવલ નગરથી જીત્યા છે. વર્ષ 2015માં AAP લહેરમાં તે કપિલ મિશ્રા સામે હારી ગયા હતા.

'આગામી દિવસોમાં પક્ષને ખબર પડશે'

ટિકિટ કપાયા બાદ મોહન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, 'ચોક્કસપણે ભાજપને લાગે છે કે આ તેમની બેઠક છે. જો કોઈને પણ ભાજપ તરફથી ચૂંટણી લડાવશે તો તે જીતી જશે, આ એક મોટી ભૂલ છે. આગામી દિવસોમાં પાર્ટીને ખબર પડશે કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનું અસ્તિત્વ શું છે. ફક્ત આ બેઠક પર જ નહીં, પછી ભલે તે બુરાડી હોય, ઘોંડા હોય, સીલમપુર હોય, ગોકલપુરી હોય કે નંદનગરી હોય. આ બેઠકો પર ભાજપનું શું થશે, તે તો સમય જ કહેશે.'

આ પણ વાંચો: માંગરોળમાં પ્રેમી સાથે વાત કરતી દીકરીને પિતાએ રંગેહાથે ઝડપી, પછી જે થયું તે ચોંકાવનારું


કોંગ્રેસમાં જોડાવવા અંગે ઈનકાર કરતા મોહન સિંહ બિષ્ટ જણાવ્યું હતું કે, 'જો પાર્ટી મને બીજી જગ્યાએથી ચૂંટણી લડવાનું કહેશે, તો હું કોઈ બેઠક પરથી ચૂંટણી નહીં લડીશ. હું ફક્ત કરાવલ નગર બેઠક પરથી જ ચૂંટણી લડશ. હું 15મી અથવા 16મી જાન્યુઆરી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.

દિલ્હી ભાજપમાં બળવો! ટિકિટ ન મળતા પાંચ વખતના ધારાસભ્ય ગુસ્સે ભરાયા, કહ્યું- 'ચૂંટણી હું જ લડીશ' 2 - image


Google NewsGoogle News