Get The App

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન

થોડાક મહિના પહેલા જ સુનિલ ઓઝાનું ઉત્તરપ્રદેશથી બિહાર ટ્રાન્સફર થયું હતું

તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા

Updated: Nov 29th, 2023


Google News
Google News
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન 1 - image


Senior BJP Leader Sunil Ojha Passed Away : ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. સુનિલ ઓઝાના અચાનક નિધનથી ભાજપ બેડામાં શોક છવાઈ ગયું છે.

વડાપ્રધાનની નજીકના નેતાઓમાંના એક ગણાતા હતા

થોડાક મહિના પહેલા જ તેમનું ઉત્તરપ્રદેશથી બિહાર ટ્રાન્સફર થયું હતું. બિહાર ટ્રાન્સફર પહેલા સુનિલ ઓઝા ઉત્તરપ્રદેશના સહ પ્રભારી હતી. તે પછી તેમને બિહારમાં પાર્ટીના સહ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. સુનિલ ઓઝાને બિહારના સહ પ્રભારી બનાવ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. સુનિલ ઓઝા મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના નેતાઓમાંના એક ગણાતા હતા. 

સુનિલ ઓઝા ગડૌલી ધામ આશ્રમને લઈને ચર્ચામાં હતા

વારાણસી સીટ 9 વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝા એ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું કાશી ખાતે આયોજન કર્યું હતું. સુનિલ ઓઝા તાજેતરમાં ગડૌલી ધામ આશ્રમને લઈને ચર્ચામાં હતા. મિર્ઝાપુરમાં ગંગા નદીના કિનારે ગડૌલી ધામ આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે સુનીલ ઓઝાની દેખરેખ હેઠળ તેને બનાવવામાં આવી રહ્યો હતો.

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન 2 - image

Tags :
BJPSenio-rBJP-Leader-Sunil-OjhaSunil-Ojha-Passed-Away

Google News
Google News