Get The App

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીના AIIMS માં એડમિટ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News


Lal Krishna Advani

LK Advani admitted in Delhi AIIMS: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીના AIIMS હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. તેમને AIIMS ના જિરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ (વૃધ્ધોની સારવારનો વિભાગ) ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. 

જોકે 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એટલા માટે તેમનું સમયાંતરે ઘરે જ ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાતા તેમને તાત્કાલિક AIIMS માં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને પોતાની દેખરેખમાં દાખલ કર્યા હતા. 

કોણ છે એલ કે અડવાણી? 

* 8, નવેમ્બર 1927ના દિને અખંડ ભારતનાં સિંધમાં તેઓનો જન્મ થયો હતો. તેઓનો શાળાકીય અભ્યાસ કરાંચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં થયો હતો. અહીં જ માત્ર 14 વર્ષની વયથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા.

* 1947માં ભારતના ભાગલા થયા તે પૂર્વે જ કેટલાક દિવસોએ અડવાણી કુટુંબ દિલ્હીમાં જઈ વસ્તું હતું.

* 1951માં તેઓ ભાજપના પૂરોગામી પક્ષ જનસંઘમાં જોડાયા હતા. જન સંઘની તે સમેય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જ સ્થાપના કરી હતી. અડવાણી તેઓને મળ્યા પણ હતા. સાથે રાજકારણમાં પ્રવેશ્યા.

* 1970માં તેઓ રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાયા જ્યાં તેઓ 1989સુધી રહ્યા હતા.

* ડિસેમ્બર 1972માં તેઓ ભારતીય જનસંઘના પ્રમુખપદે ચૂંટાયા.

* કટોકટી સમયે અડવાણી અને અટલ બિહારી વાજપેયી બેંગલુરૂમાં હતા, જ્યાં તેમની ધરપકડ કરાઈ હતી.

* 1975માં મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર રચાઈ તેમાં અડવાણીને માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી બનાવાયા.

* 1980માં ભાજપાની સ્થાપનામાં તેઓએ અટલ બિહારી વાજપેયી રહી મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

* અયોધ્યામાં રામ મંદિર સ્થાપના માટે ૧૯૯૦ના દાયકામાં શરૂ થયેલાં આંદોલનમાં તેઓએ અગ્રીમ ભૂમિકા ભજવી.

* તેઓ ભાજપાના પ્રમુખ પદે1986-90, 1993થી '98, અને 2004, 2005 દરમિયાન 3 વખત ચૂંટાઈ આવ્યા હતા.

* અટલ બિહારી વાજપેયી એનડીએની સરકાર સમયે તેઓને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.

* 1970માં રાજ્યસભામાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. 1989માં નવી દિલ્હીમાંથી લોકસભાની બેઠક ઉપર ચૂંટાયા હતા.

* 1991માં તેઓ ગુજરાતનાં ગાંધીનગર તેમજ નવી દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી લડયા અને બંનેમાં વિજયી થયા હતા. જો કે તેઓએ ગાંધીનગરની બેઠક જાળવી રાખવા નિર્ણય કર્યો હતો. 2014માં તેઓ છેલ્લી ચૂંટણી લડયા અને ગાંધીનગરમાંથી ફરી ઉભા રહ્યા, વિજયી બન્યા.

પરંતુ વધતી વય અને નાદુરસ્ત તબીયતને લીધે તેઓએ રાજકારણમાંથી સંન્યાસ લીધો છે.


Google NewsGoogle News