Get The App

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી

જે લોકો એડવેન્ચર કરવા માંગે છે, તેમની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 1 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવારે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપમાં સમુદ્ર કિનારાની મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસની સુંદર તસવીરો શેર કરી છે. અહીં તેમણે દરમિયામાં ડુબકી લગાવી હતી અને સ્નોર્કલિંગ માણ્યું હતું. વડાપ્રધાને સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા કહ્યું કે, જે લોકો એડવેન્ચર કરવા માંગે છે, તેમની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો. આ આનંદદાયક અનુભવ હતો.

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 2 - image

વડાપ્રધાન મોદીએ જે તસવીરને શેર કરી છે તેમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા છે. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપની કુદરતી સુંદરતા અને ત્યાંના એકાંતના વખાણ કર્યા.

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 3 - image

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 4 - image

અન્ય તસવીરમાં વડાપ્રધાન મોદી બ્લેક કુર્તા પાયજામા પહેરેલા બીચ પર ચાલતા જોવા મળી રહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યુ કે, 'સવાર-સવારમાં બીચ પર ચાલવુ આનંદની ક્ષણ હતી.'

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 5 - image

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 6 - image

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર 'X' હેન્ડલથી દરિયાની અંદરની તસવીરો પણ શેર કરી છે, જેમાં માછલી પણ નજર આવી રહી છે.

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 7 - image

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 8 - image

દ્વીપોની સુંદરતાથી આશ્ચર્યચકિત છુંઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું હજુ પણ તેના દ્વીપોની સુંદરતા અને ત્યાંના લોકોના અવિશ્વસનીય ઉત્સાહથી આશ્ચર્યચકિત છું. મને અગત્તી, બંગારામ અને કવરત્તીમાં લોકો સાથે વાતચીત કરવાની તક મળી. હું દ્વીપના લોકોનો આભાર માનુ છું. અમારી સરકારનું લક્ષ્ય વિકાસના માધ્યમથી લોકોનું જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે. શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની સુવિધા ઊભી કરવાની સાથે-સાથે જીવંત સ્થાનિક સંસ્કૃતિનો ઉત્સવ મનાવવા વિશે પણ છે. તેઓ આ જ ભાવનાને દર્શાવે છે.

પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓથી લાભાન્વિત લોકો સામેલ હતા.

Photos : વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં કર્યું સ્નોર્કલિંગ, બીચ પરની તસવીરો પણ શેર કરી 9 - image


Google NewsGoogle News