Get The App

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર-કઠુઆના જંગલોમાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Indian Army


Terrorists Encounter In Udhampur-Kathua Forests : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. જેમાં સેનાના જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરની શરૂઆત કર્યા બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યો હતો. જો કે, જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો ઉધમપુર અને કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. 

આ પણ વાંચો : કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી! દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો ‘કાળા સોના’નો ભંડાર

સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરુ

ઉધમપુર અને કઠુઆ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિનો માહોલ હોવા છતા સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી કાઢવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત, સુરક્ષાદળો દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

આંતકવાદીઓ પાસેથી આ હથિયાર જપ્ત કર્યા 

ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી M4 રાઈફલ, AK રાઈફલ અને પિસ્તોલ સહિત વિવિધ હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર-કઠુઆના જંગલોમાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર 2 - image


Google NewsGoogle News