મહિલાના ૭ ફૂટ અને ૯ ઇંચ લાંબા વાળનું રહસ્ય, નોંધાયેલો છે સૌથી લાંબા વાળનો રેકોર્ડ

એક સમયે માથાના વાળ તૂટીને ખૂબજ ઉતરવા લાગ્યા હતા

નેચરલ શેમ્પુથી વાળ ધોવામાં ૪૫ મીનિટ જેટલો સમય વાગે છે

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
મહિલાના ૭ ફૂટ અને ૯ ઇંચ લાંબા વાળનું   રહસ્ય,  નોંધાયેલો છે સૌથી લાંબા વાળનો રેકોર્ડ 1 - image


નવી દિલ્હી,૨૭ ઓગસ્ટ,૨૦૨૪,

મહિલાઓને સામાન્ય રીતે માથાના લાંબા વાળનું ખૂબજ આકર્ષણ હોય છે. વાળ મુલાયમ અને લાંબા રહે તે માટે વિવિધ પ્રકારના શેપ્પુ અને તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.ઉત્તરપ્રદેશમાં રહેતી એક મહિલાના વાળ ૭ ફૂટ અને ૯ ઇંચ લાંબા છે. પ્રયાગરાજમાં રહેતી આ મહિલાનું નામ સ્મિતા શ્રી વાસ્તવ છે તેણીનીએ સૌથી લાંબા વાળા માટે વિશ્વ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. સ્મિતા છેલ્લા ૧૪ વર્ષથી પોતાના વાળ વધારવા પ્રયત્ન કરતી હતી. 

સોશિયલ મીડિયામાં તસ્વીર જોઇને લાંબા અને ગાઢ વાળ માટે શું ઉપાયો કરે છે તેનું રહસ્ય જાણવા માટે સૌ ઉત્સુક જણાય છે. તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે તેમાં દાવો કર્યો છે કે માથાના વાળનો ગ્રોથ વધારવા માટે તે નારિયળનું તેલ અને એક ચમચી મેથી દાણા પાઉડર મિકસ કરીને લગાવે છે. આ બંને સામગ્રી બાળના વિકાસ માટે ખૂબજ મહત્વી છે.

એક સમય એવો આવ્યો હતો કે વાળ ખૂબજ તૂટીને ઉતરવા લાગ્યા હતા. વાળ તુટતા ત્યારે તેને ફેંકી દેવાના સ્થાને સંગ્રહ કરતી હતી. આર્ટિફિશિયલ શેમ્પુ અને કન્ડીશનરનો ઉપયોગ કરતી નથી. બાલો પર એલોવેરા જેવી પ્રાકૃતિક વનસ્પતિના રસનો ઉપયોગ કરે છે. હેર વૉશ માટે ૪૫ મીનિટનો સમય લાગે છે.  તે હંમેશા સરળ હોય તેવી હેર સ્ટાઇલ કરવાનું પસંદ કરે છે.


Google NewsGoogle News