બીજા લગ્ન કરવા સરકારની મંજૂરી ન લેનારની ખેર નહીં, આ રાજ્યમાં બહુપત્નિત્વ પર લગાવાયો પ્રતિબંધ

આસામ સિવિલ સર્વિસીસ એકટ મુજબ, કોઈપણ સરકારી કર્મચારી મંજૂરી વગર બીજા લગ્ન કરી શકે નહીં

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
બીજા લગ્ન કરવા સરકારની મંજૂરી ન લેનારની ખેર નહીં, આ રાજ્યમાં બહુપત્નિત્વ પર લગાવાયો પ્રતિબંધ 1 - image


Assam Second Marriage : અસમ સરકાર 58 વર્ષ જુના કાયદાને કડકાઈ સાથે ફરી લાગુ કરવા જઈ રહી છે. જેના બાદ રાજ્યમાં કોઈપણ સરકારી કર્મચારી મંજુરી વગર બીજી વખત લગ્ન કરી શકશે નહીં. બીજા લગ્ન કરવા માટે સરકારની મંજુરી ફરજીયાત લેવી પડશે. 

બીજા લગ્ન પર લાગશે રોક

બાળ લગ્ન પર કડક કાર્યવાહી કર્યા બાદ હવે આસામ સરકારે બહુપત્નિત્વ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ માટે, રાજ્ય સરકારના કર્મચારી વિભાગ દ્વારા જારી કરાયેલ મેમોરેન્ડમમાં આસામ સિવિલ સર્વિસીસ (આચાર) નિયમો, 1965 ના નિયમ 26 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર બીજી વખત લગ્ન કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે તો તેને ગેરવર્તણૂક ગણવામાં આવશે.

કોઈ પણ ધર્મને રાહત નહીં 

આ મામલે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર કોઈ નવું કામ કરવા જઈ રહી નથી. આ સરકારનો જૂનો પરિપત્ર છે, જેનો હવે કડક અમલ કરવામાં આવશે. દરમિયાન, તેમણે કોઈ ચોક્કસ ધર્મનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, જો કોઈ ચોક્કસ ધર્મ બીજા લગ્નની મંજૂરી આપે તો પણ પરિપત્ર હેઠળ કર્મચારી રાજ્ય સરકારની પરવાનગી લેવા બંધાયેલા રહેશે.


Google NewsGoogle News