મોદી સરકારે અદાણીનેે બચાવવા માધબીને ચેરપર્સન બનાવ્યાં? હિંડનબર્ગના ધડાકા બાદ ઊઠ્યો સવાલ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
મોદી સરકારે અદાણીનેે બચાવવા માધબીને ચેરપર્સન બનાવ્યાં? હિંડનબર્ગના ધડાકા બાદ ઊઠ્યો સવાલ 1 - image


- હિંડનબર્ગના અહેવાલથી વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ : ઉઘડતા બજારે અફરાતફરીની આશંકા

- પાવર ઇક્વિપમેન્ટનું ઓવરઇન્વોઇસિંગ કરીને ઓફશોર એકમો દ્વારા ઉસેટવામાં આવતા નાણા વિનોદ અદાણી પાસે જાય છે

Hindenburg Report on Adani | હિંડનબર્ગે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. આ વખતે તેણે તેના ઘટસ્ફોટમાં સેબીના ચેરમેન માધબીપુરી બૂચ સાણસામાં આવી ગયા છે. હિંડનબર્ગના ઘટસ્ફોટ મુજબ સેબીના ચેરમેન માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદાર છે. આમ સેબીના ચેરમેન માધબી બુચ અદાણી વિશે ખરાબ રિપોર્ટ ક્યાંથી આપે, જ્યારે તે પોતે જ તેમના હિસ્સેદાર હોય.

રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે બુચ દંપતી અદાણી દ્વારા નાણાની ઉચાપત કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યુ તેના પણ ભાગીદાર છે. હિંડનબર્ગે જણાવ્યું હતું કે અમે અગાઉ નોંધ્યું હતું કે અદાણી જૂથ કોઈપણ પ્રકારની રેગ્યુલેટરી દરમિયાનગીરી વગર આટલું મોટું તંત્ર કઈ રીતે ઊભું કરી શકે. આ બાબતને અદાણીના સેબીના ચેરપર્સન મધાબીબુચ સાથેના સંબંધ વડે સમજાવી શકાય છે. જો કે અમને તે સમયે તે ખબર ન હતી કે સેબીના વર્તમાન ચેરમેન માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચ બર્મ્યુડા અને મોરેશિયસ ફંડમાં છૂપો હિસ્સો ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ  જટિલ સ્ટ્રકચરનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કરે છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે મધાબીબુચ અને તેમના પતિ ધવલ પુચ આઇપીઇ પ્લસ ફંડની સાથે પાંચ જુન ૨૦૧૫ના રોજ સિંગાપોરમાં તેમનું એકાઉન્ટ ખોલાવ્યું હતું, એમ વ્હીસલ બ્લોઅરના દસ્તાવેજ જણાવે છે. આઇઆઇએફએલ ખાતે પ્રિન્સિપાલ તરીકે સહી કરાઈ હતી તેમા ભંડોળના સ્ત્રોતના ડિક્લેરેશનમાં પગાર અને દંપતીની નેટવર્થ ગણાવવામાં આવી છે.આ દંપતીની નેટવર્થ એક કરોડ ડોલર (રુ. ૮૫ કરોડ) હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. 

આઇપીઇ પ્લસ ફંડ નાનું ઓફશોર મોરેશિયસ સ્થિત ફંડ છે. તેની સ્થાપના અદાણીના ડિરેક્ટરે ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએલ)ની વેલ્થ મેનેજમેન્ટ ફર્મ દ્વારા કરી હતી. તેનું પાછું ધ વાયરકાર્ડ સ્કેન્ડલ સાથે જોડાણ છે. વાયરકાર્ડ જર્મનીના ઇતિહાસના સૌથી મોટા ફ્રોડની આરોપી છે. આઇઆઇએફએલ વેલ્થ સાથે મોરેશિયસ ફંડ સ્ટ્રકચરનો ઉપયોગ કરીને વાયરકાર્ડને સાંકળતા ડીલમાં સામેલ હતી, એમ યુકેની લો સુટમાં જણાવાયું છે. 

ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી આ સ્ટ્રકચરનો ઉપયોગ ભારતીય બજારોમાં રોકાણ કરવા માટે કરે છે. આ રોકાણનું ભંડોળ અદાણી જૂથના પાવર ઇક્વિપમેન્ટના ઓવર ઇન્વોઇસિંગ દ્વારા મેળવવામાં આવે છે. અદાણી અંગે અમારા અગાઉના રિપોર્ટમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના દસ્તાવેજને ટાંકવામાં આવ્યા છે. તેમા આરોપ મૂકવામાં આવ્યો છે કે અદાણી જૂથે તેના ચાવીરુપ પાવર ઇક્વિપમેન્ટ્સનું આયાત મૂલ્ય વધુ પડતું ઊંચું મૂક્યું છે. આ ઊંચા મૂલ્ય દ્વારા તેની શેલ ઓફશોર કંપનીઓ મોટાપાયા પર રકમ ઉસેડી ગઈ છે અને આ જ રીતે ભારતીય પ્રજાના નાણા ઉસેટી જાય છે. આ પ્રકારે મળતું બધું જ ભંડોળ વિનોદ અદાણીની સાથે સંલગ્ન જુદા-જુદા ઓફશોર એકમોની જાળમાં જઈને અદ્રશ્ય થઈ જાય છે.

હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે ફાઇનાન્સિયલ ટાઇમ્સ દ્વારા હાથ ધરાયેલા ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએળ) નામની કંપનીએ બરમુડાની ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉપયોગ કરીને નાણાકીય ગેરરીતિ કરી હતી. અદાણી ગુ્રપના શેરોમાં મોટાપાયે પોઝિશન લેવા અને શેરો એકઠા કરવા અદાણીના બે સહયોગીઓએ આઇઆઇએફએલ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉપયોગ કર્યો હતો. ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ બરમુડામાં નોંધાયેલી કંપની છે. જ્યારે આઇઆઇએફએલ ભારતમાં નોંધાયેલી વેલ્થ મેનેજમેન્ટ ફર્મ છે, જે હવે ૩૬૦ના નામે ઓળખાય છે.

હિંડનબર્ગનો દાવો છે કે, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ દ્વારા કરાયેલી નાણાંકીય ગેરરીતિઓ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરાયો પછી ભારતમાં શેરબજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ અદાણી ગ્રૂપ સામે કોઈ પણ પગલાં લેવાના બદલે હિંડનબર્ગ રિસર્ચને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. તેનું કારણ એ છે કે, સેબીનાં ચેરપર્સન માધબીબુચ અને તેમના પતિ ધવલ બૂચ અદાણી ગ્રૂપના કથિત નાણાકીય ગેરવર્તણૂક સાથે સંકળાયેલી વિદેશી ફંડમાં હિસ્સો ધરાવે છે.

હિન્ડેનબર્ગના અહેવાલ મુજબ, માધબીબુચ અને તેમના પતિએ બર્મુડા અને મોરેશિયસમાં ફાયનાન્સિયલ ફંડ્સમાં રોકાણ કર્યું હતું પણ તેની વિગતો જાહેર કરી નહોતી. મધાબીઅને ધવલ બૂચે આ વિગતો કેમ છૂપાવી એ સવાલ હિંડનબર્ગે ઉઠાવ્યો છે.  આ જ ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્વારા કથિત રીતે નાણાકીય બજારોમાં હેરાફેરી કરવા માટે કરવામાં આવ્યો હતો તેના કારણે માધબી બુચ અને અદાણી ગ્રૂપ ગેરરીતિમાં ભાગીદાર હોવાનો આડકતરો આક્ષેપ પણ હિંડનબર્ગ દ્વારા કરાયો છે. હિંડનબર્ગના કહેવા પ્રમાણે,  આ રોકાણો કથિત રીતે ૨૦૧૫ના છે.  ૨૦૧૭માં માધબી બૂચની સેબીના પૂર્ણ-સમયના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી અને માર્ચ ૨૦૨૨માં સેબીના ચેરપર્સન તરીકે તેમની નિમણૂક કરાઈ હતી.

મોદી સરકારે અદાણીને બચાવવા માધવીને ચેરપર્સન બનાવ્યાં ? 

સેબીના ચેરમેનપદે માધબી બુચની નિમણૂક 2022મા કરાઈ હતી. સેબીના ચેરમેનની નિમણૂક કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય કરે છે. હિંડનબર્ગના રિપોર્ટ પરથી એવું લાગે છે કે, માધબી બુચની નિમણૂક અદાણી ગ્રૂપના કહેવાથી કરાઈ હતી. આ કારણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. અદાણી ગ્રૂપને બચાવવા માટે માધબી બુચને સેબીનાં ચેરમેન બનાવાયાં હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગભગ બે વર્ષની તપાસના અંતે અદાણી ગ્રૂપ સામેનો રિપોર્ટ બહાર પડાયો હતો. અદાણી ગ્રૂપને હિંડનબર્ગ પોતાની સામે તપાસ ચલાવી રહ્યું હોવાની ખબર પડી ગઈ હતી. આ રિપોર્ટ બહાર આવે ત્યારે સેબી પોતાની સામે કોઈ પગલાં ના ભરે એ માટે તેણે પાણી પહેલાં પાળ બાંધીને મધાબીપુરીને સેબીના ચેરમેનપદે બેસાડી દીધાં હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

માધબીબુચની નિમણૂક પૂર્વે તેમના પતિએ સંયુક્ત રોકાણ તેમના નામે કર્યુ

હિંડનબર્ગનો રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સેબીમાં માધબીપુરી બુચની નિમણૂકના થોડા અઠવાડિયા પહેલાં તેમના પતિ ધવલ બૂચે મોરીશિયસની કંપની ટ્રિડેન્ટ ટ્રસ્ટ કંપની લિમિટેડને પત્ર લખીને પોતાનાં પત્ની માધબી બુચ અને પોતાના સંયુક્ત નામે જે રોકાણ હતું એ રોકાણને માત્ર પોતાના નામે કરવા વિનંતી કરી હતી. માધબીબૂચની સેબીમાં નિમણૂક પછી કરાતી કોઈ પણ ચકાસણી વખતે માધબી બુચ શંકાના દાયરામાં ના આવે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનો હિંડનબર્ગનો દાવો છે. 

હિંડનબર્ગના રિપોર્ટમાં ધવલ બૂચે મોરીશિયસની કંપની ટ્રિડેન્ટ ટ્રસ્ટ કંપની લિમિટેડને લખેલા પત્રન નકલ પણ દર્શાવાઈ છે. આ પત્રની તારીખ ૨૨ માર્ચ, ૨૦૧૭ છે. 


Google NewsGoogle News