Get The App

I.N.D.I.A. નો મોટો કોયડો ઉકેલાયો, કોંગ્રેસ-ઉદ્ધવ-પવાર વચ્ચે બેઠક વહેંચણી અંગે સહમતિ!

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
I.N.D.I.A. નો મોટો કોયડો ઉકેલાયો, કોંગ્રેસ-ઉદ્ધવ-પવાર વચ્ચે બેઠક વહેંચણી અંગે સહમતિ! 1 - image

Maharastra Election News 2024 : I.N.D.I.A. ના સાથી પક્ષો અને મહારાષ્ટ્રમાં વિપક્ષના મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને મડાગાંઠ હવે સમાપ્ત થઈ ગઈ છે. એમવીએના ટોચના નેતાઓએ મંગળવારે મોડી રાત સુધી મુંબઈમાં બેઠક યોજી હતી અને સંકેત આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી માટે સીટની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપી દેવાયુ છે. 

કોને કેટલી બેઠક મળી? 

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. અહેવાલ અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે 288 સભ્યોની વિધાનસભા માટે કોંગ્રેસ 105 બેઠકો પર, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 84 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની બેઠકો મહાગઠબંધનમાં સામેલ નાના પક્ષોને આપવામાં આવશે.

બેઠકના ઘણાં દોર ચાલ્યાં... 

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે અને શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત વચ્ચે બેઠક વહેંચણીને લઈને મતભેદ થયા બાદ રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટે મંગળવારે પહેલા NCP પ્રમુખ શરદ ચંદ્ર પવાર અને પછી શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. બાદમાં, થોરાટ અને અન્ય MVA નેતાઓએ ફરી એક લક્ઝુરિયસ હોટલમાં પાંચ કલાકથી વધુ સમય સુધી બેઠક યોજી હતી. થોરાટે કહ્યું કે AICC મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ તેમને પવાર અને ઠાકરેને મળવા કહ્યું હતું.

3 બેઠક પર કોંગ્રેસ-ઉદ્ધવ સેના વચ્ચે વિવાદ! 

કોંગ્રેસના વરિષ્ઠ નેતાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈ શહેરી વિસ્તારમાં ઉદ્ધવની શિવસેના 18 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ 14 અને NCP (SP) 2 બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, મુંબઈની ત્રણ બેઠકો - વર્સોવા, બાંદ્રા પૂર્વ અને ભાયખલા - પરનો વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી કારણ કે ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ બંનેએ આ બેઠકો પર દાવો કર્યો છે. જો કે આ અંગે પણ આજે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આમાં કોંગ્રેસ કે સેનાને બલિદાન આપવું પડી શકે છે.

I.N.D.I.A. નો મોટો કોયડો ઉકેલાયો, કોંગ્રેસ-ઉદ્ધવ-પવાર વચ્ચે બેઠક વહેંચણી અંગે સહમતિ! 2 - image



Google NewsGoogle News