Get The App

VIDEO : બિધૂડી વિરુદ્ધ દેખાવો દરમિયાન કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, પથ્થમારો, ત્રણને ઈજા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
VIDEO : બિધૂડી વિરુદ્ધ દેખાવો દરમિયાન કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, પથ્થમારો, ત્રણને ઈજા 1 - image


Hyderabad Congress Protest Again Ramesh Bidhuri : દિલ્હી ભાજપના નેતા રમેશ બિધૂડીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર કોંગ્રેસે હૈદરાબાદમાં ઉગ્ર દેખાવો કર્યા હતા, જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મંગળવારો દેખાવો દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવ્યા બાદ મારમારી પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન કથિત પથ્થરમારો થવાથી ભાજપા કાર્યકર્તાને ઈજા થઈ છે. આ ઘટના બાદ ભાજપ અને સત્તાધારી સરકાર વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભાજપ કાર્યાલય પર પથ્થરમારો

પોલીસે કહ્યું કે, યુવા કોંગ્રેસે બિધૂડીનું પુતળું સળગાવવા માટે કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન કરવાનું આહવાન કર્યું હતું. ત્યારબાદ કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય પર કથિત પથ્થરમારો કર્યો હતો, જેમાં ભાજપના એક કાર્યકર્તાને માથામાં ઈજા થઈ છે. જોકે ભાજપના નેતાઓ દાવો કર્યો છે કે, ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું કે, ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વાસ્તવમાં શું થયું તે અંગે વીડિયો ફુટેજના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપના કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો કર્યા

આ ઘટના બાદ ભાજપના કાર્યકર્તાઓએ પણ વળતો જવાબ આપ્યો હતો અને તેઓએ રાજ્યના કોંગ્રેસ હેડક્વાર્ટર ગાંધી ભવન પહોંચી જઈ રસ્તા પર બેસી વિરોધ શરૂ કરી દીધો હતો. દેખાવકારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર બેનરો ફાડી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ અહીં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ભીડને ખદેડી કેટલાક લોકોની અટકાયત કરી હતી. કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયો નામપલ્લી પાસે આવેલા છે.


Google NewsGoogle News