રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, સ્કૂલ વાહન પલટી જતાં 2 બાળકોનાં મોતથી હડકંપ, 9થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, સ્કૂલ વાહન પલટી જતાં 2 બાળકોનાં મોતથી હડકંપ, 9થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Rajsthan School Vehicle Accident | રાજસ્થાનના ફલોદી જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી મળી રહી છે. સોમવારે વહેલી સવારે અહીં એક સ્કૂલ વાહન પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું હતું. જોકે અન્ય 9 બાળકો ઘવાયા હતા. 

વાહન પલટી ખાઈ જતાં હાહાકાર 

ઈજાગ્રસ્ત બાળકોને રાજ્યની જિલ્લા હોસ્પિટલ ફલોદીમાં દાખલ કરાયા હતા. માહિતી મુજબ તમામ બાળકો સ્કૂલ વાનમાં સવાર થઇને મરુસ્થળ પબ્લિક સ્કૂલમાં ભણવા જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ વાહન પલટી ખાઈ ગયું હતું. 

કેમ થઈ આ દુર્ઘટના? 

ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે જેમને જોધપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. લોકમુખે એવી ચર્ચા છે કે રોડ પર કૂતરું આવી જવાને કારણે ડ્રાઈવરે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. ફલોદી પડિયાલ રાનીસર રોડ પર વાહન પલટી ગયું હતું. આ દુર્ઘટના અંગે નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

હનુમાન બેનીવાલે એક્સ પર કરી પોસ્ટ

નાગૌર સાંસદ હનુમાન બેનીવાલે એક્સ પર પોસ્ટમાં લખ્યું કે આજે સવારે ફલોદી જિલ્લાના મોરિયા પડિયાલ રોડ પર એક ખાનગી સ્કૂલના બાળકોને લઈ જતી કેમ્પર ગાડી પલટી ખાઈ જતાં બે બાળકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા. અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ સમાચાર અત્યંત પીડાદાયક છે. પરમાત્મા દિવંગત માસૂમોના આત્માને શાંતિ અર્પે. 

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, સ્કૂલ વાહન પલટી જતાં 2 બાળકોનાં મોતથી હડકંપ, 9થી વધુ ઈજાગ્રસ્ત 2 - image

 


Google NewsGoogle News