Get The App

સ્કૂલ બસ ભડભડ કરતી સળગતી મૂકીને ડ્રાઈવર ભાગી ગયો, બાળકોનો હેમખેમ બચાવ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
સ્કૂલ બસ ભડભડ કરતી સળગતી મૂકીને ડ્રાઈવર ભાગી ગયો, બાળકોનો હેમખેમ બચાવ 1 - image


Fire in School Bus: ગાઝિયાબાદના સાહિબાબાદમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક ગુરુવારે સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી ગઈ. ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો. રાહતની વાત એ રહી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો. 

બાળકો ચીસો પાડવા લાગ્યા હતાં

સ્કૂલ બસમાં આગ લાગતાં જ બાળકો ચીસો પાડવા લાગ્યા હતા. બાળકોની ચીસોનો અવાજ સાંભળીને અમુક લોકો દોડીને આવ્યા અને સમયસર બાળકોને બચાવી લેવાયા. તે બાદ પોલીસ અને ફાયર વિભાગને આગની માહિતી આપવામાં આવી.

ફાયર સ્ટેશન પર સવારે મળી માહિતી

જાણકારી અનુસાર વૈશાલી ફાયર સ્ટેશન પર ગુરુવારે સવારે માહિતી મળી. સ્કૂલ બસમાં આગ લાગવાની માહિતી મળતાં જ અધિકારીઓના હાથ-પગ ફૂલી ગયા. ફાયર સ્ટેશન પર માહિતી મળી હતી કે કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક એક સ્કૂલ બસમાં આગ લાગી ગઈ છે.

ઘટના સ્થળે પહોંચ્યા ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી

ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી રાહુલ પાલ ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને આગ લાગવાના કારણની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જોકે, હજુ એ ખબર પડી નથી કે બસમાં આગ કેવી રીતે લાગી. 

આ પણ વાંચો: 'બટેંગે તો કટેંગે' ને મહારાષ્ટ્રમાં 'નો એન્ટ્રી', યોગીના નારા સામે ભાજપના દિગ્ગજ મહિલા નેતાને વાંધો

બસમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર બસમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. બાળક બસમાંથી ઉતરી રહ્યા હતા. બાળકોને ઝડપથી બસમાંથી ઉતારવામાં આવ્યા. ત્યારે બસથી આગની જ્વાળાઓ નીકળવા લાગી.  

પરિવારજનો ચોંકી ગયા

જ્યારે બાળકોના વાલીઓને બસમાં આગ લાગવાની માહિતી મળી તો તેઓ ચોંકી ગયા. તમામ બાળકોના પરિવારજનો અફરા-તફરીમાં ઘટના સ્થળે પહોંચ્યા. જ્યારે બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ત્યારે તમામ વાલીઓએ રાહતના શ્વાસ લીધા. તે બાદ તમામ વાલી પોત-પોતાના બાળકોને ઘરે લઈ ગયા. આ ઘટનાથી બાળકોની અંદર ડર બેસી ગયો છે.

મધર્સ ગ્લોબલ સ્કૂલની છે આ બસ

તપાસમાં સામે આવ્યું કે આ બસ દિલ્હી પ્રીત વિહારના મધર્સ ગ્લોબલ સ્કૂલની છે. બસમાં લગભગ 16 બાળકો સવાર હતા. 

ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી રાહુલ પાલે શું કહ્યું?

ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી રાહુલ પાલે જણાવ્યું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. ઘટના દરમિયાન ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો. આગથી કોઈ જાનહાનિ થઈ નથી.


Google NewsGoogle News