Get The App

VIDEO: કેરળમાં સ્કૂલ બસે ગુલાટ ખાઈ ગઈ, એક બાળકીનું મોત અને 15 વિદ્યાર્થીને ઇજા

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
VIDEO: કેરળમાં સ્કૂલ બસે ગુલાટ ખાઈ ગઈ, એક બાળકીનું મોત અને 15 વિદ્યાર્થીને ઇજા 1 - image


School Bus Accident kannur : કેરળના કન્નૂર જિલ્લાના વલક્કઇમાં બુધવારે એક સ્કૂલ બસ પલટી ખાઇ જતાં ધોરણ 5માં અભ્યાસ કરતી એક બાળકીનું મોત નિપજ્યું છે. બસ પલટી ખાઇ જતાં બાળકી બહાર ફંગોળાઇને ચગદાઇ ગઇ છે. બીજી તરફ અન્ય 15 વિદ્યાર્થીને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કન્નૂર જિલ્લાના કરૂમાથુરમાં ચિન્મય સ્કૂલની બસ 20 વિદ્યાર્થીને લઇને જઇ રહી તે સમયે અકસ્માતનો ભોગ બની હતી. બસ જઇ રહી હતી તે દરમિયાન ઢાળ ઉતરતી વખતે બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઇ ગઇ હતી. 

કેરળ સરકારના માહિતી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં 15થી બાળકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના વલક્કઇ પુલ પાસે સર્જાઇ હતી જ્યારે બસ ઢાળ પરથી ઉતરી રહી હતી ત્યારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં થાંભલા સાથે અથડાઇને બે ગુલાટ ખાઇ ગઇ હતી.’

કેટલાક પ્રત્યક્ષદર્શી આ અકસ્માતમાં બ્રેક ફેલ થઈ હોવાનું કહી રહ્યા છે. જો કે પોલીસે આ કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવી સ્પષ્ટ જોઇ શકાય છે કે બસને આંચકો લાગતાં એક બાળકી બારીમાંથી ઉછળીને બહાર ફંગોળાઇ ગઇ હતી અને તેના પર બસનું ટાયર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ વિદ્યાર્થિનીની ઓળખ નેધ્યા તરીકે થઈ છે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. પોલીસે અકસ્માત અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 





Google NewsGoogle News