સિંગલ મહિલાએ લગ્ન વગર સરોગેસીથી મા બનવાની મંજૂરી માંગી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી

44 વર્ષીય અવિવાહિત મહિલાએ આ અરજી દાખલ કરી છે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
સિંગલ મહિલાએ લગ્ન વગર સરોગેસીથી મા બનવાની મંજૂરી માંગી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી 1 - image


Supreme Court on Surrogacy: 44 વર્ષીય અવિવાહિત મહિલાએ લગ્ન વગર સરોગસી દ્વારા માતા બનવાની અરજી કરી હતી. જસ્ટિસ બીવી નાગરથના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ડબલ બેંચ સમક્ષ આ બાબતની સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે અમે આ બાબતમાં પશ્ચિમી દેશોને અનુસરી શકતા નથી. કોર્ટે વધુમાં કહ્યું કે દેશમાં લગ્નની સંસ્થાને સુરક્ષિત કરીને તેનું રક્ષણ કરવું જોઈએ. 

સિંગલ મહિલાને લગ્ન વગર સરોગસી દ્વારા માતા બનવાની ઈચ્છા 

44 વર્ષીય અવિવાહિત મહિલાએ આ અરજી દાખલ કરી હતી. જેમાં તેણે લગ્ન વિના સરોગસી દ્વારા માતા બનવાની અરજી કરી હતી. જેમાં આ બાબતે ડબલ બેન્ચે સવાલો ઉઠાવ્યા કે તે આવું કેમ કરવા માંગતી હતી જ્યારે આપણા દેશમાં માતા બનવાની બીજી ઘણી રીતો છે. કોર્ટે વધુમાં કહ્યું કે કાયદા અનુસાર જો કોઈ મહિલા માતા બનવા માંગે છે તો તે લગ્ન કરી શકે છે. આ સિવાય બાળકને દત્તક લેવાનો અધિકાર પણ દેશના કાયદામાં આપવામાં આવ્યો છે.

આ મામલે કોર્ટ રૂઢિચુસ્ત

સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કોર્ટે કહ્યું કે, પશ્ચિમી દેશોમાં લગ્ન પહેલા બાળક હોવું એ સામાન્ય બાબત છે. ત્યાં આ બાબતને વિચિત્ર માનવામાં આવતી નથી. તેમજ પશ્ચિમી દેશોમાં ઘણા બાળકો તેમના માતા-પિતા વિશે પણ જાણતા નથી. પરંતુ ભારતમાં આ બાબત બને એવું અમે નથી જોવા માંગતા કે અહીં પણ બાળકો તેના માતા-પિતાથી અજાણ હોય. આ મામલે તમે કોર્ટને રૂઢિચુસ્ત કહી શકો છો અને તે અમે સ્વીકારીએ છીએ.

શું છે સરોગસીની કલમ 2(S)?

અરજદાર મહિલાએ કહ્યું કે સરોગસી જ તેનો પરિવાર શરુ કરવાનો એકમાત્ર રસ્તો છે. વર્તમાન સરોગસી (રેગ્યુલેશન) એક્ટ 2021 અને સરોગસી રેગ્યુલેશન રૂલ્સ 2022 હેઠળ તેને આ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી છે. સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021ની કલમ 2(1) હેઠળ સિંગલ અપરિણીત મહિલા જેની ઉંમર 35 થી 45 વર્ષની વચ્ચે હોય તેને સરોગસીની મંજૂરી નથી. જ્યારે આ કાયદા હેઠળ છૂટાછેડા લીધેલ અથવા વિધવા મહિલાઓને સરોગસીનો લાભ આપવામાં આવે છે. અરજદારે એમ પણ કહ્યું છે કે અવિવાહિત મહિલાને બાળક દત્તક લેવા પર પ્રતિબંધ નથી. જ્યારે સરોગસી એક્ટ માત્ર વિવાહિત મહિલાઓને જ છૂટાછેડા અથવા વિધવાને મંજૂરી આપે છે.

સિંગલ મહિલાએ લગ્ન વગર સરોગેસીથી મા બનવાની મંજૂરી માંગી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી 2 - image


Google NewsGoogle News