સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની કરાર આધારિત નોકરીઓમાં મળશે SC/ST/OBC અનામત

કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી

તમામ વિભાગો અને મંત્રાલયોને કડક રીતે અમલ કરવા નિર્દેશ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની કરાર આધારિત નોકરીઓમાં મળશે SC/ST/OBC અનામત 1 - image

સરકારી વિભાગોમાં (Government Jobs Reservation News) કરાર આધારિત (Contracts Jobs in Government) નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે (Central Government) સુપ્રીમકોર્ટમાં (Suprem court) આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં SC/ST/OBC અનામત મળશે. 

તમામ મંત્રાલયો અને વિભાગોને અપાયો નિર્દેશ 

કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ખરેખર તો કરાર આધારિત નોકરીઓમાં SC/ST/OBC અનામતની માગ સંબંધિત એક અરજી દાખલ કરાઈ હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 2022 માં જ ભારત સરકાર દ્વારા જાહેર કરેલી નોટિફિકેશનમાં આ અંગે માહિતી અપાઈ હતી. 

સરકારે નોટિફિકેશનમાં શું કહ્યું હતું? 

સરકાર દ્વારા જણાવાયું હતું કે કેન્દ્ર સરકારના પદો અને સેવાઓમાં નિમણૂકના સંબંધમાં 45 દિવસ કે તેનાથી વધુ દિવસની અસ્થાયી નિમણૂકમાં SC/ST/OBC ઉમેદવારોને અનામત મળશે. જોકે અસ્થાયી નિમણૂકમાં અનામતની વ્યવસ્થા 1968થી લાગુ છે. તેને લઈને 2018 અને 2022 માં પણ નિર્દેશ જારી કરાયા હતા. 

સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની કરાર આધારિત નોકરીઓમાં મળશે SC/ST/OBC અનામત 2 - image



Google NewsGoogle News