'માત્ર હેરાનગતિને જ આત્મહત્યા માટે ઉશ્કેરણી ન માની શકીએ', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુનામાં કોઈને દોષિત ગણાવવા માટે માત્ર ઉત્પીડન જરૂરી નથી, પરંતુ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ઉશ્કેરણીથા સ્પષ્ટ પૂરાવા હોવા જોઈએ. જજ વિક્રમ નાથ અને પીબી વરાલેની પીઠે ગુજરાત હાઈકોર્ટના તે આદેશને પડકારતી અરજી પર ચુકાદો સંભળાવતા આ ટિપ્પણી કરી. જેમાં એક મહિલાને કથિત રીતે હેરાન કરવા અને તેને આત્મહત્યા માટે મજબૂર કરવા માટે પતિ અને તેના સાસરિયાવાળાને આરોપમુક્ત કરાવવાથી ઇનકાર કરી દીધો હતો.
તેવામાં 34 વર્ષીય AI એન્જિનિયર અતુલ સુભાષ સુસાઇડ કેસને ધ્યાને રાખતા આ નિર્ણયમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. અતુલ સુભાષે બેંગલુરુમાં સુસાઇડ કર્યું હતું. આ પહેલા તેમણે 24 પાનાની સુસાઇડ નોટ અને 90 મિનિટનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે પોતાનાથી અલગ રહેતી પત્ની અને તેના પરિવાર પર ઉત્પીડન જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસે અતુલના ભાઇની ફરિયાદના આધારે અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, તેમની માતા નિશા, પિતા અનુસાર અને કાકા સુશીલ વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ દાખલ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી અતુલ સુભાષ કેસમાં આરોપી નિકિતા અને તેમના પરિવાના સભ્યો માટે મદદગાર સાબિત થઈ શકે છે.
શું છે IPCની કલમ 498-A અને કલમ 306?
PTIના અનુસાર, ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર વિચાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2021માં કથિત આરોપો માટે કેસ દાખલ કરાયો હતો, જેમાં કલમ 498-A (વિવાહિત મહિલાઓની સાથે ક્રૂરતા કરવી) અને IPCની કલમ 306 સામેલ છે, જે આત્મહત્યા માટે ઉકસાવવાના ગુનાથી સંબંધિત છે અને તેમાં વધુમાં વધુ 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.
'સુસાઈડ માટે ઉકસાવવાનો ઇરાદો સ્પષ્ટ હોવો જોઈએ'
હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની પીઠે 10 ડિસેમ્બરે પોતાના ચુકાદામાં કહ્યું કે, IPCની કલમ 306 હેઠળ દોષસાબિતી માટે આ એક સુસ્થાપિત કાયદાકીય સિદ્ધાંત છે કે સુસાઇડ માટે ઉકસાવવાનો ઇરાદો સ્પષ્ટ હોવો જોઈએ. માત્ર ઉત્પીડન કોઈને આત્મહત્યા માટે ઉકસાવવાનો દોષિત ગણાવવા જરૂરી નથી.
કોર્ટે કહ્યું કે, ફરિયાદી પક્ષને આરોપી દ્વારા કોઈ સક્રિય કે પ્રત્યક્ષ પુરાવો રજૂ કરવો જોઈએ, જેના કારણે મૃતકે પોતાનું જીવન ટુંકાવ્યું. માત્ર અંદાજ ન લગાવી શકાય. તેના માટે કેટલાક પુરાવા હોવા જોઈએ. તેના વગર કાયદા હેઠળ ઉશ્કેરણીને સ્થાપિત કરવાની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ નથી નથી, જે આત્મહત્યા માટે ઉશ્કેરણીને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટે કલમ 498-A હેઠળ આરોપ યથાવત રાખ્યા
પીઠે મામલામાં ત્રણેય લોકોને કલમ 306 હેઠળ આરોપથી મુક્ત કરી દીધા. જો કે, કોર્ટે આઈપીસીની કલમ 498-A હેઠળ અરજીકર્તાઓ વિરૂદ્ધ આરોપ યથાવત્ રાખ્યા.
કોર્ટે નોટ કર્યું કે મહિલાના પિતાએ તેના પતિ અને બે સાસરિયા પક્ષો વિરૂદ્ધ આઈપીસી કલમ 306 અને 498-A સહિત કથિત ગુનાઓ માટે એક ફરિયાદ દાખલ કરી હતી. પીઠે કહ્યું કે, મહિલાના લગ્ન 2009માં થયા હતા અને લગ્નના પ્રથમ પાંચ વર્ષ સુધી આ દંપતીને કોઈ સંતાન નહોતું, જેના કારણે તેણીને કથિત રીતે શારીરિક અને માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલ, 2021માં મહિલાના પિતાને માહિતી મળી હતી કે તેણે આત્મહત્યા કરી લીધી છે.
હાઈકોર્ટે આઈપીસીની કલમ 306 અને 498-A હેઠળ તેમની સામે આરોપો ઘડવાના સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઈપીસીની કલમ 306 અન્ય વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરનારાઓને સજા આપે છે.
આ કલમ હેઠળ કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવા માટે, ફરિયાદ પક્ષે એ સ્થાપિત કરવું જોઈએ કે આરોપીએ મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. બેન્ચે કહ્યું કે આઈપીસીની કલમ 306 હેઠળ અપરાધ સાબિત કરવા માટે, મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો સ્પષ્ટ ઈરાદો સ્થાપિત કરવો જરૂરી છે.