કેજરીવાલને ઝટકો, 2 જૂને જેલ જવું પડશે, સુપ્રીમ કોર્ટે જામીન વધારવાની અરજી ફગાવી દીધી

Updated: May 29th, 2024


Google NewsGoogle News
કેજરીવાલને ઝટકો, 2 જૂને જેલ જવું પડશે, સુપ્રીમ કોર્ટે જામીન વધારવાની અરજી ફગાવી દીધી 1 - image


Lok Sabha Elections 2024: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમકોર્ટે મોટો ઝડકો આપ્યો. સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે વચગાળાના જામીનને 7 દિવસ આગળ વધારવાની માગ કરતી અરજીને સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. જેનો મતલબ એ છે કે હવે કેજરીવાલે 2 જૂને સરેન્ડર કરવું પડશે. 

શું થયું હતું કોર્ટમાં? 

ટોચની કોર્ટના રજિસ્ટ્રારે અરજી સ્વીકારવાનો ઈનકાર કરતાં કહ્યું કે કેજરીવાલને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની છૂટ અપાઈ છે એટલા માટે તેમની અરજી સુનાવણી યોગ્ય નથી. મંગળવારે જસ્ટિસ જે.કે.માહેશ્વરી અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની વેકેશનલ બેન્ચે મુખ્યમંત્રી તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળી અને કહ્યું કે વચગાળાની જામીન અરજી પર નિર્ણય સીજેઆઈ કરી શકે છે.

કેજરીવાલને ઝટકો, 2 જૂને જેલ જવું પડશે, સુપ્રીમ કોર્ટે જામીન વધારવાની અરજી ફગાવી દીધી 2 - image


Google NewsGoogle News