મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની અયોગ્યતાનો નિર્ણય હજુ દસ દિવસ પછી, સ્પીકરે સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો હતો
અરજીઓ પર નિર્ણય લેવા માટે સમય વધારવા કરાઈ માંગણી
10 જાન્યુઆરી 2024 સુધી નિર્ણય કરવામાં આવી શકે છે
|
તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
Maharashtra: મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) ને ટેકો આપતા શિવસેના (Shiv Sena)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય બાબતે વિધાનસભા અધ્યક્ષને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતા અરજીઓ પર નિર્ણય લેવા માટે 10 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.
અરજીઓ પર નિર્ણય લેવા માટે સમય વધારવા કરાઈ માંગણી
જો કે આ પહેલા સુપ્રીમ કોર્ટે સ્પીકરને તેમની સમક્ષ પેન્ડિંગ અયોગ્યતાની અરજીઓ પર 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા કહ્યુ હતું. તેને લઈને સ્પીકરે શિવસેના અને એનસીપીના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવા માટે સમય વધારવા માટે માંગણી કરી હતી.
2 લાખ 70 હજાર દસ્તાવેજોની તપાસ થઈ
સ્પીકર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આગામી 20 ડિસેમ્બરે નિર્ણય કરવામાં આવશે જેમા હવે કોઈ વધારાનો સમય લેવામાં નહી આવે. વિધાનસભા સત્ર દરમ્યાન પણ આ મામલે સુનવણી કરવામાં આવી હતી અને તેમા 2 લાખ 71 હજાર દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. હું નિર્ણયની જાહેરાતને ત્રણ અઠવાડિયા વધારવા માટેનો સમય માંગીએ છીએ. હવે અમે તેનાથી વધારે સમય નહી માંગીએ.
10 જાન્યુઆરી 2024 સુધી નિર્ણય કરવામાં આવી શકે છે
તેના પર સીજેઆઈ ડીવાઈ ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારદીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યુ કે સ્પીકરે સમય વધારવા માટે માંગણી કરી છે અને અરજીઓ પર 10 જાન્યુઆરી 2024 સુધી નિર્ણય કરવામાં આવી શકે છે.