Get The App

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત, સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત કેસમાં માફી સ્વીકારી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Baba Ramdev-Acharya Balkrishna


Patanjali Misleading Ads Case: સુપ્રીમ કોર્ટે મંગળવારે(13મી ઑગસ્ટ) યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બન્ને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિની પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલા જ માફીનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધું છે. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનનો કેસ બંધ કરતી વખતે કોર્ટે કહ્યું કે, 'કોર્ટ બન્ને દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કરે છે.' આ ઉપરાંત બન્નેને ભવિષ્યમાં કોર્ટનો અનાદર ન કરવા ચેતવણી પણ આપી હતી.

કોર્ટે 14મી મેના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

અગાઉ સુપ્રીમ કોર્ટે 14મી મેના રોજ અવમાનના કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 23મી એપ્રિલે અખબારમાં પતંજલિ દ્વારા આપવામાં આવેલી જાહેર માફીના કદને લઈને પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પતંજલિ આયુર્વેદે ફરી એકવાર મોટા કદની જાહેર માફીનામું પ્રકાશિત કર્યું હતું.

આ પણ વાંચો: 'મક્કા' જેવો છે મેઘાલય યુનિવર્સિટીનો ગેટ, CM હિમંત સરમાએ સ્ટ્રકચરને લઈને ઉઠાવ્યા સવાલ


પતંજલિ પર કોણે કેસ કર્યો હતો?

ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશન(IMA)એ ઑગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પતંજલિએ એક જાહેરખબરમાં જણાવ્યું હતું કે, ‘એલોપથી દવા, ફાર્મા અને મેડિકલ ઇન્ડસ્ટ્રીથી પોતાને અને દેશને બચાવો.’ બાબા રામદેવે એલોપથી દવાને ‘મૂર્ખ અને નાદાર વિજ્ઞાન’ પણ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ‘એલોપથી દવા કોવિડ-19થી થનારા મોત માટે જવાબદાર છે.’ આ દરમિયાન ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશને દાવો કર્યો કે ‘પતંજલિના કારણે પણ લોકો રસી લેતાં ખચકાઈ રહ્યા છે.’

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત, સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત કેસમાં માફી સ્વીકારી 2 - image


Google NewsGoogle News