Get The App

બૅંકમાં નોકરીની તક, SBIમાં એક હજારથી પણ વધુ હોદ્દા પર ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
બૅંકમાં નોકરીની તક, SBIમાં એક હજારથી પણ વધુ હોદ્દા પર ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ 1 - image


Image Source: Twitter

SBI Jobs 2024: સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા દ્વારા એક ભરતી નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે બૅંકમાં બમ્પર પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે. જે હવે પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવાર બૅંકમાં નોકરી કરવા માગે છે તેણે SBIના આ ભરતી અભિયાન માટે ઝડપથી અરજી કરવી. અરજી કરવા માટે ઉમેદવાર સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાની ઑફિશિયલ સાઇટ પર જઈને અરજી કરી શકે છે. 

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયામાં આ ભરતી દ્વારા 1100થી વધુ હોદ્દા પર ભરતી કરવામાં આવશે. તેમાં અલગ-અલગ હોદ્દા સામેલ છે. અરજીની શરુઆત 24 જુલાઈથી થઈ ગઈ હતી જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઑગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.

SBI Bank Jobs 2024: ભરતી માટે ખાલી જગ્યાની વિગતો 

આ ભરતી અભિયાન દ્વારા બૅંકમાં વીપી વેલ્થ રેગ્યુલરની 600 જગ્યા, રિલેશનશિપ મેનેજર એઆરએમ રેગ્યુલરની 150 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર એઆરએમ બૅકલોગની 123 જગ્યાઓ, વીપી વેલ્થ બૅકલોગની 43 જગ્યાઓ, ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ રેગ્યુલરની 30 જગ્યાઓ, ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર બૅકલોગની 26 જગ્યા, ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર રેગ્યુલરની 23 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર-ટીમ લીડ રેગ્યુલરની 11 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ ઉપરાંત આ ભરતી અભિયાનમાં રીજનલ હેડ બૅકલોગની 4 જગ્યાઓ, રીજનલ હેડ રેગ્યુલરની 2 જગ્યાઓ, સેન્ટ્રલ રિસર્ચ ટીમ(પ્રોજેક્ટ લીડ) રેગ્યુલર, સેન્ટ્રલ રિસર્ચ ટીમ(સપોર્ટ) રેગ્યુલર અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) રેગ્યુલરની 2-2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ સાથે જ આ અભિયાનમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટૅક્નોલૉજી) રેગ્યુલરના 1 હોદ્દા પર ભરતી કરવામાં આવશે. 

SBI Bank Jobs 2024: અરજી ફી

આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે. અરજી કરનારા જનરલ/ EWS / OBC વર્ગના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચૂકવવી પડશે. બીજી તરફ SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફીમાંથી છૂટ આપવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવાર ઑફિશિયલ સાઇટની મદદ લઈ શકે છે. 

SBI Bank Jobs 2024: જરૂરી તારીખ

- ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ: 24 જુલાઈ 2024 

- ભરતી માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ: 14 ઑઓગસ્ટ 2024



Google NewsGoogle News