35 કરોડ રોકડા, 2.5 કિલો સોનું અને 188 કિલો ચાંદી... સાવરિયા શેઠ મંદિરમાં દાનનો નવો રેકોર્ડ
Rajasthan Sawariya Seth Temple Donation: રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં સ્થિત કૃષ્ણા ધામ સાંવલિયા શેઠ મંદિરમાં છઠ્ઠા દિવસે દાનની ગણતરી કરવામાં આવી, જેમાં ભગવાનના ભંડારમાં 34 કરોડ 91 લાખ રૂપિયાથી વધારે રકમ મળી છે. આ દરમિયાન અઢી કિલોથી વધારે સોનું અને આશરે 188 કિલો ચાંદી પણ દાનમાં મળ્યું છે. મંદિરમાં આ દાનનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે દાન કરે છે અને મંદિરમાં આ પરંપરા શ્રદ્ધાળુઓના વિશ્વાસનું પ્રતીક બની ચુકી છે.
અઢી કિલોથી વધુ સોનાનું દાન
મળતી માહિતી મુજબ, છેલ્લા 6 દિવસથી સતત રહેલાં દાનની ગણતરી કરવામાં આવી રહી હતી. જેમાં ભગવાનના ભંડારમાં 34, 91,95,008 રૂપિયા નીકળ્યા છે. આ સિવાય અઢી કિલોથી વધારે સોનું અને 188 કિલો ચાંદી મળી છે.
આ પણ વાંચોઃ હવે અયોધ્યામાં હેલિકોપ્ટરથી કરી શકાશે દર્શન, ચાર હજાર રૂપિયા હશે ભાડું
સાંવલિયા શેઠ મંદિરે બનાવ્યો રેકોર્ડ
ચિતોડગઢના સાંવલિયા શેઠ મંદિરમાં દાનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. શુક્રવારની સાંજે છઠ્ઠા તબક્કાની ગણના બાદ મંદિર પ્રશાસને અહીં મળેલાં દાન વિશે જાણકારી આપી. ભંડારમાંથી 25,61,67,581 રૂપિયા રોકડા મળ્યા છે. વળી, ઓનલાઇન અને દાન ગૃહમાંથી 30,27,427 રૂપિયા દાન મળ્યું છે. આ સાથે જ ભંડારમાંથી બે કિલો 290 ગ્રામ સોનું અને ભેટ ગૃહમાંથી 280 ગ્રામ 500 મિલીગ્રામ સોનું દાનમાં મળ્યું છે.
દાનનો મહિમા
આ પ્રકારે ભંડારમાંથી 58 કિલો 900 ગ્રામ ચાંદી અને ભેટમાં 129 કિલો ચાંદી મળી છે. મંદિરમાં શ્રદ્ઘાળુઓની માન્યતા છે કે, જેટલું દાન કરવામાં આવશે, તેટલું જ ભગવાન સાંવલિયા શેઠ દાનમાં આપશે. અહીં તમામ પ્રકારના લોકો આવીને દાન આપે છે. તેમના દાનથી કમાણીમાં બરકત થાય છે.