આજથી શ્રાવણ મહિનામો પ્રારંભ, આ મહિનામાં માત્ર આટલુ કરો, ભુલથી પણ આ કામ ન કરશો
રોજ 21 બિલિપત્રો પર ચંદનથી ઓમ નમ: શિવાય લખીને શિવલિંગ પર ચડાવો
મહાદેવ સાથે માતા પાર્વતીની પૂજા કરવી પણ જરુરી ગણાય છે.
Image instagram |
તા. 4 જુલાઈ 2023, મંગળવાર
આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરુઆત થઈ ગઈ છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે શ્રાવણનો મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે છે. આ મહિનો શિવને અતિ પ્રિય છે અને તેને અતિ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભક્તિ-ભાવ અને પ્રેમનું પ્રતિક હોય છે.
ભોલેનાથને આ મહિનો અતિ પ્રિય છે એટલામાં માટે આ મહિનો મહાદેવને સમર્પિત માનવામાં આવે છે. શ્રાવણ મહિના સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન કરવું પડતુ હોય છે. આવો જાણો આ મહિનામાં એવા ક્યા ક્યા નિયમો પાળવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં આ કામ કરવા જોઈએ
આ મહિનામાં એવા કેટલાક કામ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. આ મહિનામાં શિવલિંગ પર રોજ જળનો અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત આ મહિનામાં ફળ, ફુલ અને બિલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી ભોલેનાથ અતિ પ્રસન્ન થાય છે. અને જો કાઈ પણ ના થઈ શકે તો માત્ર એક લોટો જળ ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. જળ ચડાવવું તે પંચામૃત ચડાવવાથી પણ વધારે મહત્વનું માનવામાં આવે છે.
મહાદેવ સાથે માતા પાર્વતીની પૂજા કરવી પણ જરુરી ગણાય છે.
આ મહિનામાં દુધનું દાન કરવાથી પણ ભોલેનાથ પ્રસન્ન થાય છે. આ સાથે શ્રાવણ મહિનામાં ગાય અને બળદની સેવા કરવી ઉત્તમ માનવામાં આવે છે. મહાદેવ સાથે માતા પાર્વતીની પૂજા કરવી પણ જરુરી ગણાય છે. અને આ મહિનામાં ગરીબોની સેવા -દાન કાર્ય કરવા જોઈએ. વધુમાં આ મહિનામાં ધન, ધતુરા, દુધ, ગંગાજળ અને બિલિપત્ર વગેરે ભગવાન શિવને અર્પિત કરવા જોઈએ.
રોજ 21 બિલિપત્રો પર ચંદનથી ઓમ નમ: શિવાય લખીને શિવલિંગ પર ચડાવો
શ્રાવણ મહિનામાં રોજ 21 બિલિપત્રો પર ચંદનથી ઓમ નમ: શિવાય લખીને શિવલિંગ પર ચડાવો. તેનાથી બધી જ મનોકામના પુરી થાય છે. ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી પ્રસન્ન થઈને વરદાન આપે છે.
આ મહિનામાં આવી ભૂલ ક્યારેય ન કરવી
- શ્રાવણ મહિનામાં દિવસે ક્યારેય ઊંઘવુ જોઈએ નહી. આમ કરવાથી ભોલેનાથની કૃપા રહેતી નથી.
- શિવલિંગ પર કેતકીના ફુલ ક્યારેય ન ચડાવવા જોઈએ.
- શ્રાવણ મહિનામાં ભૂલથી પણ માસ, મદિરાનું સેવન કરવું જોઈએ નહી.
- આ મહિનામાં આવી વસ્તુઓનું સેવન કરવાથી ભોલેનાથની કૃપા થતી નથી.
- આ ઉપરાંત શ્રાવણ મહિનામાં લસણ, ડુંગળી અને રીંગણ ખાવા જોઈએ નહી.
- પવિત્ર માસમાં રોજ શિવલિંગ પર દુધનો અભિષેક કરવો જોઈએ.