સારા વ્યાજ સાથે વધુ રિટર્ન મેળવવા માંગો છો તો, ખોલાવો પીપીએફ એકાઉન્ટ, જાણો સમગ્ર પ્રક્રિયા
પીપીએફ એકાઉન્ટ ખોલાવવું ખૂબ જ હવે સરળ કરી દેવામાં આવ્યું છે
Image Twitter |
નિવૃતિ પછી આવક ચાલુ રહે તે માટે તમારે પીપીએફમાં રોકાણ કરવું જોઈએ. હવે તમારે પીપીએફ એકાઉન્ટ ખોલાવવા માટે બેંકમાં ધક્કા ખાવાની જરુર નથી. તે માટે સરળતાથી ઘરે બેઠાં- બેઠાં ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ શરુ કરી શકશો. આવો ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ ઓપન કરવા માટેની પ્રક્રિયા જાણીએ.
નેશનલ સેવિંગ ઓર્ગેનાઈજેશને વર્ષ 1968માં પબ્લિક પ્રોવિડંટ ફન્ડ (PPF) સ્કીમ શરુ કરી હતી. તેમા વ્યાજ દર સાથે સાથે યુઝર્સને ઈન્કમ ટેક્સ બેનિફિટ પણ મળે છે. હવે પીપીએફ એકાઉન્ટ ખોલાવવું ખૂબ જ સરળ કરી દેવામાં આવ્યું છે. પીપીએફ એકાઉન્ટ ખોલાવવા માટે બેંકમાં ધક્કા ખાવાની જરુર નથી. તે માટે સરળતાથી ઘરે બેઠાં- બેઠાં ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ શરુ કરી શકશો. આવો ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ ઓપન કરવા માટેની પ્રક્રિયા જાણીએ.
ઓનલાઈન પીપીએફ એકાઉન્ટ કેવી રીતે ઓપન કરાય
- - તેના માટે તમે ઈન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરી શકો છો અને તમારુ બેંક એકાઉન્ટ લોગ-ઈન કરો.
- - હવે Open a PPF Account’ ના ઓપ્શનને સિલેક્ટ કરો
- - ત્યાર બાદ તમે 'Self Account' પર ક્લિક કરો. જો તમે માઈનર માટે એકાઉન્ટ ખોલાવવા માંગતા હોવ તો ‘Minor Account’ પસંદ કરો.
- - હવે તમારે ફોર્મમાં તમામ ડિટેલ્સ ભરવાની છે.
- - તમે એક વર્ષમાં કેટલી રકમ ભરવાનો છો, તે ભરીને ફોર્મ સબમિટ કરો.
- - ફોર્મ સબમિટ કર્યા પછી તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ભરો.
- - આ રીતે તમારુ પીપીએફ એકાઉન્ટ ઓપન થઈ જશે. તમારે સ્ક્રીન પર પીપીએફ એકાઉન્ટ શો થઈ જશે. અને તે સાથે રજીસ્ટર્ડ ઈમેલ પર એકાઉન્ટની ડિટેલ્સ આવી જશે.
પીપીએફ એકાઉન્ટની પાત્રતા
પીપીએફ એકાઉન્ટ માત્ર ભારતીય નાગરિક જ ખોલાવી શકે છે.
18 વર્ષથી ઓછી ઉંમરના માઈનોરનું એકાઉન્ટ કોઈ વ્યસ્ક દ્વારા જ ખોલાવી શકાય છે.