સાઉદી અરેબિયા ન માન્યું, મેમાં ક્રૂડ ઓઇલ 20-30 ટકા મોંઘુ આપશે
આયાત પર કાપના ભારતના નિર્ણયની અસર ન પડી
સાઉદી અરેબિયાની બેવડી નીતિ : એશિયામાં મોંઘુ અને યૂરોપમાં સસ્તુ ક્રૂડ ઓઇલ વેચશે
નવી દિલ્હી : સાઉદી અરેબિયાએ એશિયામાં મે મહિનામાં જે ક્રૂડ ઓઇલ મોકલશે તેના ભાવ વધારી દીધા છે. જ્યારે યૂરોપને જે ક્રૂડ ઓઇલ મોકલશે તેના ભાવમાં કોઇ જ ફેરફાર નથી કર્યા.
ભારતે આ ભાવ વધારા સામે વાંધો ઉઠાવ્યો હતો જેની સાઉદી અરેબિયા પર કોઇ ખાસ અસર નથી જોવા મળી રહી. સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે તે મે મહિનામાં ભારત સહિત એશિયામાં જે ક્રૂડ ઓઇલ મોકલશે તેના ભાવ વધારવામાં આવશે.
આ જાહેરાત સાથે જ સાઉદી અરેબિયાએ એમ પણ કહ્યું હતું કે અમારી પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદાઇ રહ્યું છે તેમાં કાપ મુકવાના ભારતના નિર્ણયથી અમારા આ ભાવ વધારા કે સપ્લાય પર કોઇ જ અસર નહીં થાય. એટલે આડકરી રીતે સાઉદી અરેબિયાએ ભારતના નિર્ણયથી તદ્દન વિપરીત નિર્ણય લીધો છે અને ભાવ વધારા પર વળગી રહ્યું છે.
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં એટલે કે ઓએસપીમાં 20થી 30 ટકાનો વધારો કર્યો છે. સાઉદી અરેબિયાની સરકારી કંપની સાઉદી અરામકો અનુસાર દર મહિને તે ઓઇલના ભાવમાં વધારા ઘટાડા અંગે નિર્ણય લેતી રહેશે.