બાળકોને ઉમરાહ પર લઈ જતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, સાઉદી સરકારે માતા-પિતા માટે જારી કરી ગાઈડલાઈન
નવી દિલ્હી,તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર
સાઉદી અરેબિયામાં આવેલી મક્કા મસ્જિદ ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે. આ વખતે ભારતમાંથી 1 લાખ 40 હજાર 20 શ્રદ્ધાળુઓ હજ યાત્રામાં ભાગ લેવાના છે. ત્યારે ભીડને અંકુશમાં રાખવા માટે કે અન્ય કોઈ વ્યવસ્થાને સરળતાથી ચલાવવા માટે, સાઉદી સરકાર સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે. ફરી એકવાર સાઉદી સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
હજ અને ઉમરા મંત્રાલયે ઉમરાહ માટે બાળકોને લાવતા માતા-પિતા માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, માતાપિતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ સુનિશ્ચિત કરે કે, તેમના બાળકો પરિસરમાં શાંતિ જાળવી રાખે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ઉમરા દરમિયાન માતા-પિતાએ બાળકો સાથે એસ્કેલેટરનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે માતા-પિતાને જરૂર પડ્યે સુરક્ષાકર્મીઓની મદદ લેવા માટે કહેવામાં આવ્યું છે.
સાઉદી અરેબિયાના મક્કામાં હજ યાત્રા માટે અરજદારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, ત્યારબાદ તેણે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પણ પાલન કરવાનું હોય છે.
આ પહેલા સાઉદી અરેબિયાએ હજયાત્રીઓ અને અહીં રહેતા લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો તમે પરમિટ વિના હજ યાત્રામાં ભાગ લેશો તો તમારે 50 હજાર રિયાલનો દંડ ભરવો પડશે.આ સાથે જો કોઈ હજ યાત્રી દોષી સાબિત થશે તેના માટે 6 મહિનાની જેલની જોગવાઈ છે.
તેના પર ભાર મૂકતા હજ અને ઉમરાહ મંત્રાલયે વધુમાં કહ્યું કે, જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો આપણે ભારતીય ચલણમાં આ દંડને જોઈએ તો તે, લગભગ 11 લાખ 5 હજાર 73 રૂપિયા બરાબર થશે.
મંત્રાલયે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ આવું કરતો જોવા મળશે તો તેનું નામ મીડિયા ચેનલો દ્વારા જાહેર કરવામાં આવશે.