સેટેલાઈટ તસવીરોમાં ચીનની દાંડાઈના પુરાવા, વાટાઘાટો વચ્ચે ભૂતાનમાં ઊભી કરી ચોકીઓ, ગામ પણ વસાવ્યા
આ વિસ્તાર અરુણાચલ પ્રદેશને અડીને આવેલા ભૂતાનની પુર્વ સરહદથી લગભગ 50 કિલોમીટર દુર આવેલો છે.
તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર
ભૂતાન અને ચીન વચ્ચે ઔપચારિક રીતે સીમાઓ નક્કી કરવા માટે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે ચીન દ્વારા ભૂતાનમાં ઉત્તરી ભાગમાં જકરલુંગ ઘાટીમાં એકતરફી ચોકીઓ બનાવવાની કામગીરી જોવા મળી છે.
ભૂતાનની પુર્વ સરહદથી લગભગ 50 કિલોમીટર દુર આવેલો છે આ વિસ્તાર
આ વિસ્તારની સેટેલાઈટ તસ્વીરોમાં માહિતી પ્રાપ્ત થઈ છે, જો કે આ પહેલા પણ તેનાથી વધારે સ્પષ્ટ દેખાતી તસ્વીરો ક્યારેય જોવા મળી નથી. તેને જોતા લાગે છે કે, સંભવિત રીતે થિમ્ફુની નજીકના વિસ્તારમાં ચીન દ્વારા રજુ કરવામાં આવેલા તથ્યો સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશને અડીને આવેલા ભૂતાનની પુર્વ સરહદથી લગભગ 50 કિલોમીટર દુર આવેલો છે.
આ પહેલા ત્યાં ક્યારેય આવું બન્યું નથી
યુનિવર્સિટી ઓફ લંડનની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ આફ્રિકન સ્ટડીઝ (SOAS)માં ઈતિહાસના પ્રોફેસર રોબર્ટ બાર્નેટનું કહેવુ છે કે, " આ મામલો છે ચીન દ્વારા પશુપાલનની પ્રથાઓના આધારે એક વિસ્તાર પર દાવાનો કેસ છે, જે હાલનો જ છે, આ પહેલા ત્યા ક્યારેય આવું બન્યું નથી, અને તે પછી એકતરફી રીતે તેણે આ વિસ્તાર પર કબજો જમાવી લીધો છે, જેમા ગામ, લશ્કરી બેરેક અને ચોકીઓ બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. "
આ વિસ્તાર શક્તિશાળી પાડોશી માટે વિશેષ સાંસ્કૃતિક મહત્વ ધરાવે
તેમણે વધુમાં કહ્યું કે, જાકરલુંગનું કનેક્શન બેયુલ ખેનપાજોંગ સાથે રહેલું છે, જે ભૂતાનિયો માટે એક સાંસ્કૃતિક અને ધાર્મિક વિસ્તાર છે,. એટલે આ એક એવો મામલો છે, જેમાં ચીને તાજેતરમાં શંકાસ્પદ રીતે એવા વિસ્તાર પર દાવો કર્યો છે કે તેના ઓછા શક્તિશાળી પાડોશી માટે વિશેષ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, અને તે એ જાણે છે કે, પાડોશી પાસે તેના જવાબ આપવા માટે બહુ ઓછા વિકલ્પ છે.
આ વિસ્તારમાં 129 ઈમારતો નવી બનાવેલી જોવા મળે છે
એક રિપોર્ટ પ્રમાણે તસવીરોમાં જોવા મળે છે કે, ચીને કેવી રીતે માત્ર બે વર્ષમાં જ જાકરલુંગ ઘાટીમાં પોતાની હાજરી વધારી દીધી છે. જેમાં 7 ડિસેમ્બરની તસવીરમાં જોવા મળે છે કે, 129 ઈમારતો નવી બનાવેલી જોવા મળે છે. જે રહેવા માટેના ક્વાર્ટર જેવા દેખાય છે, અને તેનાથી થોડેક દુર બીજા વિસ્તારમાં 62 ઈમારતો તસ્વીરમાં જોવા મળી રહી છે. જ્યારે આ જ વિસ્તારની વર્ષ 2021માં લીધેલી તસવીરમાં જોઈ શકાય છે કે ત્યા કોઈ ઈમારતોનું નિર્માણ થયેલુ નથી.