Get The App

સેલ્ફી લેવાની લ્હાયમાં 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી યુવતી, જાણો કેવી રીતે જીવ બચાવાયો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Satara


Satara Selfie Girl Rescue Viral Video : મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોને તેની જાણ થતાં યુવતીનું રેક્સ્યુ ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે રાયગઢ જિલ્લામાં 2.80 લાખ ફોલોઅર્સ ધરાવતી એક ટ્રાવેલ ઈન્ફ્યુએન્સરનું રીલ બનાવવાના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ, હવામાન વિભાગે મહારાષ્ટ્રના આજે (04 ઓગસ્ટ) પાલઘર, પૂણે અને સતારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તિભારે વરસાદી માહોલને લઈને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

સેલ્ફી લેવાના ચક્કરમાં 100 ફૂટ ઊંડી ખીલમાં પડેલી યુવતી રેસ્ક્યુ કરીને આબાદ બચાવ

સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો નીતનવા અખતરા અપનાવતા હોય છે, આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેતી વખતે એક યુવતી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જ્યારે લોકોને આ વાતની જાણ થતાં યુવતીને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળે છે એક યુવતીને દોરડાની મદદથી એક વ્યક્તિ દ્વારા ખીણમાંથી બહાર નીકાળવામાં આવી રહી છે. યુવતીનું રેસ્ક્યુ કર્યા પછી તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવતીને ખીણમાંથી રેસ્ક્યુ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ટ્રાવેલ ઈન્ફ્યુએન્સર રીલ બનાવવા જતાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડતાં મોત

સોશિયલ મીડિયાનો ક્રેઝ વધવાની સાથે અમુક લોકો પોતાનો જીવ પણ મુશ્કેલીમાં મુકી દેતાં હોય છે. જેમાં સેલ્ફી અને રીલ બનાવવાની ચક્કરમાં અમુક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ટ્રાવેલ ઈન્ફ્યુએન્સર આનવી કામદારનું ખીણમાં પડી જવાથી મોત થયું હતું. આનવી રાયગઢ જિલ્લાના પ્રખ્યાત કુંભે ઝરણાને જોવા માટે ગઈ ત્યારે ઈન્ટાગ્રામમાં રીલ બનાવવા માટે શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તેને પગ લપસી જતાં તે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આનવી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટ (CA) છે અને તેના ઈન્ટાગ્રામમાં 2.80 લાખ ફોલોઅર્સ ધરાવે છે.

પાલઘર, પૂણે અને સતારા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 04 ઓગસ્ટે મહારાષ્ટ્રના પાલઘર, પૂણે અને સતારા જિલ્લા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઠાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગે વરસાદનું અનુમાન કરતાં જણાવ્યું હતું કે, પાલઘર, પૂણે અને સતારા સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સેલ્ફી લેવાની લ્હાયમાં 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી યુવતી, જાણો કેવી રીતે જીવ બચાવાયો 2 - image


Google NewsGoogle News