Get The App

સરકારી નોકરીની 17000 વેકેન્સી માટે 30 લાખ અરજી, જાણો કયા રાજ્યના સૌથી વધુ ઉમેદવાર

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
સરકારી નોકરીની 17000 વેકેન્સી માટે 30 લાખ અરજી, જાણો કયા રાજ્યના સૌથી વધુ ઉમેદવાર 1 - image


Sarkari Naukri: દેશમાં મોટા પ્રમાણમાં પ્રાઈવેટ નોકરીઓ અને કરિયર ઓપ્શન હોવા છતાં યુવાનોને સરકારી નોકરીનો કેટલો ક્રેઝ છે તેનો આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે, માત્ર 17 હજાર પોસ્ટ માટે 30 લાખ અરજીઓ આવી છે.  આ નોકરીઓ સ્ટાફ સિલેકશન કમિશન (SSC CGL)ની છે.  તમને જણાવી દઈએ કે, સમયાંતરે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન (CGL) સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવે છે. અને આ પરીક્ષા દ્વારા ભારત સરકારના ટોચના મંત્રાલયો, વિભાગો અને સંગઠનોમાં વિવિધ પદો માટે ગ્રુપ B અને C અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. અને તેની પરીક્ષા ટૂંક સમયમાં થવાની છે. 

ક્યાથી આવી સૌથી વધારે અરજી

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કુલ 17727 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.  SSC CGL ટિયર વન પરીક્ષા માટે દેશભરમાંથી 30 લાખ અરજીઓ આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, સૌથી વધુ અરજીઓ યુપી અને બિહારમાંથી આવી છે, જેમાં 6 લાખ 16 હજાર 306 ઉમેદવારો માત્ર ઉત્તર પ્રદેશના છે, જ્યારે 2 લાખ 65 હજાર 276 ઉમેદવારો બિહારના છે. તેમાં જો આપણે બંને રાજ્યોના ઉમેદવારોની સંખ્યા જોઈએ તો, આશરે 35 ટકા અરજદારો આ બે રાજ્યોમાથી આવી છે. 

એક પોસ્ટ માટે કેટલા ઉમેદવાર 

SSC CGLમાં 17727 ખાલી જગ્યાઓની ભરતી સામે 30 લાખ અરજીઓ આવ્યા બાદ સવાલ એ ઊભો થાય છે કે, એક પોસ્ટ માટે કેટલા ઉમેદવાર છે. આ સવાલનો જવાબ તમને ચોકાવી દેશે. SSC CGLની એક પોસ્ટ માટે 170 ઉમેદવાર છે, એટલે કે આ પોસ્ટ્સ પર નોકરી મેળવવા માટે તમારે 169 ઉમેદવારોથી આગળ આવવું પડશે. તો જ તમારી પસંદગી થશે. 

ક્યારે લેવામાં આવશે આ પરીક્ષાઓ

સ્ટાફ સિલેકશન કમિશન (SSC CGL)ની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની છે. એટલે કે આ પરીક્ષાઓ 9 થી 26 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. તેના માટે એડમિટ કાર્ડ પણ જારી કરી દેવામાં આવ્યું છે. આ સાથે ઉમેદવારોએ SSC વેબસાઇટ ssc.gov.in પર જઈને તેની સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે. તેમજ ઉમેદવારો SSC ની રીઝનલ વેબસાઈટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.


Google NewsGoogle News