56 વર્ષની ઉંમરે આ વિભાગમાં સરકારી નોકરી કરવાની તક... પરીક્ષા આપવાની પણ જરૂર નહીં, જાણો વિગત
આ ભરતીમાં કુલ 102 જગ્યાઓ ભરવાની છે
અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે
Image Envato |
તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજેશન (DRDO) દ્વારા સરકારી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન 2023માં સ્ટોર ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તેમજ પ્રાઈવેટ સેક્રેટરીના પદો માટે જાહેરાત પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે, અને અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. આ ભરતીમાં કુલ 102 જગ્યાઓ ભરવાની છે, મહત્વની વાત એ છે કે,આ ભરતી માટે કોઈ પણ પરીક્ષા લેવામાં આવનાર નથી. અરજી કરનારા ઉમેદવારોએ અરજીની એક પ્રિન્ટ કાઢીને તમામ જાણકારી ભરીને આપેલા એડ્રેસ પર મોકલવાની રહેશે.
ઉમેદવારોની વય મર્યાદાની ગણતરી 12 જાન્યુઆરી 2024ના રોજ ગણવામાં આવશે
ડીઆરડીઓની આ ભરતીમાં કોઈ પણ અરજી ફી રાખવામાં આવી નથી. જે પણ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે, તે નિશુલ્ક અરજી કરી શકે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજેશનની ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા વધુમાં વધુ 56 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની ગણતરી 12 જાન્યુઆરી 2024ના રોજ ગણવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ડીઆરડીઓની આ ભરતીમાં ઉમેદવારોની અલગ- અલગ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે. ઉમેદવારો નોટીફિકેશન ચેક કરી તેની લાયકાત પ્રમાણે અરજી કરી શકે છે.
પસંદગીની પ્રક્રિયા
ડીઆરડીઓની આ ભરતીમાં સ્ટોર ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તેમજ પ્રાઈવેટ સેક્રેટરીના પદો માટે ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું
Room No. 266, 2nd Floor, DRDO Bhawan, New Delhi- 110105