'હેલો...' નહીં 'નમસ્તે', ભારતના એવા ગામ જ્યાં આજે પણ લોકો બોલે છે સંસ્કૃત, ઘરે-ઘરે એક એન્જિનિયર
સંસ્કૃત ન માત્ર સૌથી જૂની ભાષા છે પરંતુ ઘણી ભાષાઓની માતૃભાષા પણ છે
સંસ્કૃત ભાષા ખૂબ જ અધરી હોવા છતાં આજે પણ ભારતના કેટલાક ગામડાઓમાં હજુ પણ બોલાય છે
Sanskrit is still spoken in these villages of India: સંસ્કૃત ભાષાના પિતા તરીકે મહર્ષિ પાણિની માનવામાં આવે છે. તેમજ પ્રાચીન ભારતની મુખ્ય ભાષા પણ સંસ્કૃત હતી. પરંતુ ધીમે-ધીમે અન્ય ભાષાઓએ લોકોના જીવનમાં પોતાનું સ્થાન બનાવ્યું. વર્તમાન સમયમાં લોકો ઇંગલીશ ભાષાને જયારે વધુ પ્રાધાન્ય આપે છે, ત્યારે ભારતના અમુક ગામ એવા પણ છે કે જ્યાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ માત્ર પૂજાના મંત્રો માટે જ નથી થતો પરંતુ ત્યાં સંસ્કૃત ભાષા મુખ્ય બોલાતી ભાષા છે. તેમજ ત્યાંના લોકો પણ શૈક્ષણિક રીતે ખૂબ જ વિકસિત છે. તો ચાલો જાણીએ એ જગ્યાઓ વિષે.
કર્ણાટકનું મત્તુર ગામ
આજે પણ કર્ણાટકના મત્તુરમાં લોકોની પ્રથમ ભાષા સંસ્કૃત ભાષા છે. ગંગા નદીના કિનારે વસેલા આ ગામમાં તમને દરેક ઘરમાં ડોક્ટર એન્જિનિયર જોવા મળશે. આ ગમે એકલા કર્નાટકને જ 30 વધુ સંસ્કૃત પ્રોફેસર આપ્યા છે. તેમજ ઘણા શહેરોના બાળકો પણ ખાસ નિશુલ્ક અહીં સંસ્કૃત શીખવા માટે જ આવે છે. તેમજ ત્યાના ગુરુઓનું પણ કહેવું છે કે તેઓ માત્ર 20 દિવસમાં જ તમને સંસ્કૃત શીખવી શકે છે બસ શરત માત્ર એટલી જ છે કે તમારે ત્યાં ગુરુકુળમાં 20 દિવસ રહેવું પડે છે.
મધ્યપ્રદેશનું ઝીરી
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલા ઝીરીના લોકોની પણ પ્રથમ ભાષા સંસ્કૃત છે. અહીં બાળકો અને વડીલો બધા સંસ્કૃતમાં વાતચીત કરે છે.
ઓડિશામાં આવેલું સાસણ ગામ
સંસ્કૃત ગીતકાર જયદેવનું જન્મસ્થળ છે ઓડિશાના ગુરડા જિલ્લામાં આવેલું, સાસણ ગામ. અહીંના દરેક ઘરમાં પણ લોકો સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે.
મધ્યપ્રદેશનું બઘુવાર ગામ
મધ્યપ્રદેશના ઝીરી સિવાય નરસિંહપુર જીલ્લામાં આવેલા બઘુવાર ગામમાં પણ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે.
રાજસ્થાનમાં આવેલું ગણોડા
રાજસ્થાનના બાંસવાડામાં આવેલી ગણોડાની પ્રાથમિક ભાષા સંસ્કૃત છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા લોકો વાતચીત કરવા માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે.