AAP સાંસદ સંજય સિંહ ફરી જશે જેલમાં ! કોર્ટે આ કેસમાં ધરપકડ કરવાનો આપ્યો આદેશ
Image Twitter |
Court Ordered the arrest of MP Sanjay Singh: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. 23 વર્ષ જૂના એક કેસમાં યુપીના સુલ્તાનપુરની એક અદાલતે સંજય સિંહની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે આ પહેલા AAP નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. વોરંટ ઈશ્યુ થયા બાદ પણ કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે હવે સંજયસિંહની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પોલીસને AAP નેતા સંજય સિંહની ધરપકડ કરીને 28 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. અને 13 ઓગસ્ટે કોર્ટે સંજય સિંહ, સપા નેતા અનુપ સાંડા અને અન્ય ચાર લોકો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જેના પર મંગળવારે સુનાવણી થવાની હતી, પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર થયા ન હતા. તેથી કોર્ટે તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
આગામી સુનાવણી હવે 28 ઓગસ્ટે
આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સહિત કુલ છ લોકો સામે સુલ્તાનપુરના એમપી -એમએલએ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા ધરપકડના વોરંટ મામલે તારીખ પડી હતી. આ મામલે આગામી સુનાવણી 28 ઓગસ્ટના રોજ થશે. કોર્ટને 9 ઓગસ્ટે સંજય સિંહ સહિત કુલ 6 લોકોને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો.
સંજય સિંહે કેટલાક કામમાં વ્યસ્ત હોવાની વાત કરીને કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. પરંતુ 13 ઓગસ્ટે કોર્ટે સંજય સિંહની વધુ મુદત આપવાની અરજી ફગાવી દીધી હતી. અને તમામ લોકો પર બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને 20 ઓગસ્ટે આ મામલે સુનાવણી આપવાનો નિર્ણય કર્યો હતો.
શું હતો આખો મામલો...
હકીકતમાં સંજય સિંહ પર આશરે 23 વર્ષ 2001માં સુલ્તાનપુરમાં વીજળી, પાણી સહિત અન્ય સમસ્યાઓને લઈને પુતળા સળગાવવા અને હાઈવે જામ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે સુલ્તાનપુર કોતવાલી નગરમાં તહેનાત ઈન્પેક્ટરે સંજય સિંહ સહિત 6 લોકો પર કેસ દાખલ કર્યો હતો. કોર્ટ હવે આ મામલે સુનાવણી કરી રહી છે.