કોલકાતા દુષ્કર્મ કેસ: મુખ્ય આરોપી સંજય રોયનું બાઈક પોલીસ કમિશનરના નામે રજિસ્ટર્ડ, ચોંકાવનારો ઘટસ્ફોટ
Kolkata Rape Murder Case: આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યાના આરોપી સંજય રોય પર કડકાઈ શરૂ થઈ ગઈ છે. હવે સીબીઆઈએ આરોપીની બાઇક જપ્ત કરી લીધી છે. આ બાઇક પર સવાર થઈને આરોપી આરજી કર મેડિકલ કોલેજ પહોંચ્યો હતો. જેમાં હવે કોલકાતા રેપ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઘટનાની રાત્રે આરોપી સંજય રોયે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે કોલકાતા 'કમિશનર ઓફ પોલીસ'ના નામે નોંધાયેલી છે. સીબીઆઈએ બે દિવસ પહેલા આરોપીની બાઇક જપ્ત કરી હતી.
આ બાઈક પર આરોપીએ ઘટનાની રાત્રે 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીબીઆઈ એ જાણવાનો પ્રયાસ કરી રહી હતી આરોપીને આ બાઇક ક્યાંથી મળી હતી?, આ બાઇક તેની હતી કે અન્ય કોઈની? જેમાં સીબીઆઈને મળેલી માહિતીમાં ખુલાસો થયો છે કે આ બાઇક કોલકાતા પોલીસ કમિશનરના નામે નોંધાયેલ છે.
સીબીઆઈ જણાવ્યું હતું કે, આરોપી સંજય રોયની આ બાઈક વર્ષ 2024 મે મહિનામાં રજીસ્ટર કરવામાં આવી હતી. આરોપીએ પોલીસના નામે નોંધાયેલી બાઇક પર નશાની હાલતમાં ઘટનાની રાત્રે 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ એ જ બાઇક છે જે સીબીઆઈ દ્વારા જપ્ત કરવામાં આવી છે. હવે આ પુરાવા સામે આવતા એવું લાગે છે કે આ કેસના મુખ્ય આરોપી સંજય રોય અને પોલીસ કોઈને કોઈ રીતે જોડાયેલા છે.
આરોપીની બાઇક પર KP લખેલું હતું
આરોપી સંજય રોય, સિવિક વોલન્ટિયર હોવા છતાં, કોલકાતા પોલીસમાં નોંધાયેલ બાઇકમાં ફરતો હતો. એવામાં હવે સવાલ એ ઊભો થાય છે કે કોલકાતા પોલીસના નામે સિવિક વોલન્ટિયર વાહનનો ઉપયોગ કેવી રીતે કરી શકે?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ CBI એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીને આ બાઇક ક્યાંથી મળી હતી, કારણ કે સિવિક વોલેન્ટિયર હોવાના કારણે સંજય રોયને પોલીસના નામે નોંધાયેલી બાઇક ચલાવવાનો કોઈ અધિકાર નહોતો.
પોલીસ બાઈક હોવાથી નાકાબંધી છતાં પોલીસે આરોપીઓને ન રોક્યો
જો કોઈ વ્યક્તિ પોલીસ બાઈકનો ઉપયોગ કરે છે, તો તેને કોઈપણ નાકાબંધી, બેરિકેડ કે ચેકિંગ દરમિયાન રોકવામાં આવતો નથી. ઘટનાના દિવસે પણ આરોપીએ દારૂના નશામાં લગભગ 15 કિલોમીટર સુધી બાઇક ચલાવી હતી અને ત્યાર બાદ તે આરજી કર હોસ્પિટલ ગયો હતો. સંજય રોયે બાઇક ચલાવતી વખતે પોલીસ હેલ્મેટ પણ પહેર્યું હતું. તમામ નાકાબંધી છતાં પોલીસે આરોપીઓને રોકતો ન હતો.